વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 57 કરોડનાં ખર્ચે રોડનું કામ મંજૂર
SHARE









વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 57 કરોડનાં ખર્ચે રોડનું કામ મંજૂર
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા વાંકાનેર નેશનલ હાઈવેથી એટલે કે નર્સરીથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીનો આશરે 24 કી.મી. નો રસ્તો 7 મિટર પહોળો બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને 57 કરોડનાં ખર્ચે મંજૂર થયેલ છે તે બદલ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે અને આ રસ્તો મંજુર થવાથી વાંકાનેરથી હળવદ આવતા જતા લોકોને મોટી રાહત થઈ જશે જેથી કરીને લોકોમાં પણ હર્ષની લાગણી છે.
