મોરબી નજીક સિરામિક સિટી સામે અજાણી કારના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત
SHARE
મોરબી નજીક સિરામિક સિટી સામે અજાણી કારના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સિરામિક સિટીના ગેટ પાસેથી યુવાનના માતા અને પત્ની રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણી કારના ચાલકે યુવાનની પત્નીને હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પટકાઈ હતી જેથી તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને અજાણી કારનો ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જો કે, સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું જેથી મૃતક મહિલાના પતિ દ્વારા અજાણી કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના લાલપર ગામે અપ્પુ ટાંકી પાસે રહેતા જયેશભાઈ રાઘવજીભાઈ અઘારા જાતે વાણંદ (28)એ અજાણ્યા કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક સિટીના ગેટ પાસે બેન્કની સામે આવેલ કટમાંથી ફરિયાદીના માતા શારદાબેન તથા પત્ની ઉર્વીશાબેન રિક્ષામાં બેસવા માટે થઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમ્યાન વાંકાનેર મોરબી તરફ જતા હાઇવે રોડ ઉપર ગેટની સામેના ભાગમાં અજાણી કારના ચાલકે ફરિયાદીના પત્ની ઉર્વીશાબેનને હડફેટે લેતા તેઓ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા ત્યારે ઉર્વીશાબેનને માથા તથા શરીરે ઇજા થયેલ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ બાદ અજાણી કારનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઈ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે.