મોરબી નજીક સિરામિક સિટી સામે અજાણી કારના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત
મોરબીમાં ઘૂટું ગામ પાસે ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે વ્યક્તિના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં ઘૂટું ગામ પાસે ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે વ્યક્તિના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાંથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પરના ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતમાં બનાવ બન્યો હતો અને ત્યારે સ્થળ ઉપર બાઇક ચલાવી રહેલા આધેડનુ મોત નીપજયું હતું જો કે, ઇજા પામેલા અન્ય વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી અકસ્માત સર્જી ડમ્પર સ્થળ ઉપર છોડીને નાસી ગયેલા ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક આધેડના દીકરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ઘૂટું ગામે આવેલ પંચમુખી હનુમાન સોસાયટી ડારમાં દાદાના મંદિર પાસે રહેતા મુકેશભાઈ અમૃતભાઈ વાઘેલા (30) એ ડમ્પર નંબર જીજે 36 એક્સ 5539 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઘૂટું ગામ નજીક આવેલ ક્રિયાન પેટ્રોલ પંપની બાજુમાં શ્રી રામદેવ બ્રિજની સામેથી તેઓના પિતા અમૃતભાઈ નાથાભાઈ વાઘેલા (63) પોતાનું બાઈક નંબર જીજે 36 એચ 7830 લઈને જતાં હતા ત્યારે તેની સાથે બાઈકમાં પાછળના ભાગે દિનેશભાઈ કરસનભાઈ જાદવ જાતે બારોટ (૪૪) રહે, ઘૂટું વાળા બેઠેલ હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જોકે દિનેશભાઈ કરસનભાઈ જાદવને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને દિનેશભાઈને બંને પગ તથા પેટના ભાગે ઇજા થયેલ હોય ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક અમૃતભાઈ વાઘેલાના દીકરા મુકેશભાઈ વાઘેલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને સ્થળ ઉપર ડમ્પર છોડીને નાસી ગયેલા ડમ્પરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી. મિશ્રા ચલાવી રહ્યા છે