મોરબી નજીક ઘરવખરીનો સમાન લેવા જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ટાયર નીચે કચડી નાખતા કમકમાટી ભર્યું મોત
SHARE
મોરબી નજીક ઘરવખરીનો સમાન લેવા જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ટાયર નીચે કચડી નાખતા કમકમાટી ભર્યું મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ આદિત્ય હોટલની સામેથી બે કૌટુંબિક ભાઈઓ ઘરવખરીનો સામાન લેવા માટે થઈને જતાં હતા ત્યારે રોડ ક્રોસ કરી રહેલા આ બે પૈકીનાં એક યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તે રસ્તા ઉપર પટકાયો હતો ત્યારે તેના માથા અને શરીર ઉપરથી ટ્રકના ટાયરનો જોટો ફરી ગયો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ ઇટાલસ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા શિવરામસિંઘ દેવીસિંઘ રાજપુત (37)એ ટ્રક નંબર ટીએમ 52 ક્યુ 8969 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ આદિત્ય હોટલની સામેના ભાગમાંથી ફરિયાદીનો ભાઈ જુગેન્દ્રસિંઘ અને કૌટુંબિક ભાઈ રવિસિંઘ બને ઘરવખરીનો સામાન લેવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે આદિત્ય હોટલ સામે રોડ ક્રોસ કરતા સમયે ફરિયાદીના ભાઈ જુગેન્દ્રસિંઘને ટ્રક ચાલકે હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પટકાયો હતો જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ઈજા થઈ હતી ત્યારબાદ ટ્રકના વ્હીલનો જોટો તેના માથાના ભાગ ઉપર અને શરીર ઉપરથી ફરી વળતા તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી ભાગી ગયો હતો જેથી કરીને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે.