મોરબી નજીક ઘરવખરીનો સમાન લેવા જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ટાયર નીચે કચડી નાખતા કમકમાટી ભર્યું મોત
મોરબીના લાલપર ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબીના લાલપર ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા બેચરભાઈ દુર્લભજીભાઈ પ્રજાપતિ (35) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી.ખાચર ચલાવી રહ્યા છે.