મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે સીએમને રજૂઆત કરાઇ
મોરબીમાં અનુ.જાતિના આગેવાનોએ મહિસાગરના કલેકટર સામે ફરિયાદ લેવા કરી રજૂઆત
SHARE
મોરબીમાં અનુ.જાતિના આગેવાનોએ મહિસાગરના કલેકટર સામે ફરિયાદ લેવા કરી રજૂઆત
મહીસાગર જિલ્લા કલેકટરે અનુ.જાતિના યુવાન સાથે અપમાનજનક રીતે વાત કરી હતી જેના ઘેરા પડઘા પડી રહ્યા છે ત્યારે મોરબી અનુ.જાતિના આગેવાનોએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને જઈને કલેક્ટર સામે ફરિયાદ લેવા માટેની રજૂઆત કરી હતી. આ તકે દીપકભાઈ પરમાર, અનિલભાઈ ચાવડા, અશ્વિનભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને જણાવ્યુ હતું કે, થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો આવેલો હતો. જેમાં મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબે ત્યાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદ્દાની રૂએ હાજર હતા. ત્યારે રજુઆત કરવા માટે ગયેલ પરમાર વિજયકુમાર ગલાભાઈ નામના દલિત યુવાન સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને બધાની વચ્ચે હડધૂત કર્યો હતો જેથી તેની સામે ફરિયાદ નોંધવામાં આવે મોરબીના આગેવાનોએ માંગ છે.