હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાને કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારી-કર્મચારીઓને સરકારી યોજનાઓનો સરળતાથી લોકોને લાભ આપવા કલેક્ટરની ટકોર


SHARE













મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારી-કર્મચારીઓને સરકારી યોજનાઓનો સરળતાથી લોકોને લાભ આપવા કલેક્ટરની ટકોર

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ધારાસભ્યો તેમજ વહીવટી તંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પ્રજાલક્ષી અભિગમ દાખવી કામગીરી કરવા કલેકટરે અધિકારીઓને સૂચિત કર્યા હતા.

આ બેઠકમાં કલેક્ટરે વહીવટી તંત્રની વિવિધ કચેરીઓના પેન્શન કેસ તથા સંકલન સહ ફરિયાદ સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરી દરેક કચેરીમાં કામગીરીમાં નિયમિતતા જળવાય અને કચેરી વ્યવસ્થાપન અને દરેક રજીસ્ટરની નિભાવણી યોગ્ય રીતે થાય તે માટે સૂચના આપી હતી. કલેક્ટરએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક અધિકારી/ કર્મચારી દ્વારા લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરવી જોઈએ.

જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મચ્છુ- ૨ ડેમના દરવાજા રીપેર કરવા માટેનું પૂર્વ આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પદાધિકારીઓ દ્વારા ૯ જેટલા લોકહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે વિગતવાર છણાવટ કરી પદાધિકારીઓને સંતોષપૂર્વક જવાબ આપી સબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવા કલેક્ટરે તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી, અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.






Latest News