મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ફુગનાશક દવા બનાવવાની માર્ગદર્શિકા જાહેર


SHARE











મોરબી જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ફુગનાશક દવા બનાવવાની માર્ગદર્શિકા જાહેર

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને લોકોના આરોગ્યની જાળવણી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે આ લેખ સિરીઝમાં આપણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાયેલા ફુગનાશકો અને દવાઓ વિશે જાણકારી મેળવીશું..

ખાટી છાશનું મિશ્રણ બનાવવાની રીત

૭- ૧૦ દિવસ જૂની ૧૦ લીટર ખાટી છાશ લો. આ છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો પાકમાં છંટકાવ કરી શકાય છે. ખાટી છાશ એ કુદરતી ફૂગનાશક છે. તે પાકમાં રહેલા વિષાણુ અને ફૂગનો નાશ કરે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

બીજામૃત બનાવવાની રીત

૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૫ કિગ્રા દેશી ગાયનું છાણ, ૫૦ ગામ ચૂનો, ૧ મુઠ્ઠી વૃક્ષ નીચેની માટી- આ તમામ મિશ્રણને ૨૦ લીટર જેટલા પાણીમાં વ્યવસ્થિત રીતે ઓગાળી દો. ત્યારબાદ આ મિશ્રણને ૨૪ કલાક સુધી રાખી મૂક્યા બાદ ૧૦૦ કિગ્રા જેટલું બિયારણ કરતી વખતે પટમાં આપવું જોઈએ.

સુંઠાસ્ત્ર બનાવવાની રીત

૨૦૦ ગ્રામ સૂંઠનો પાવડર અથવા તો વાવડીંગ પાવડરને ૨ લીટર પાણીમાં અડધો ભાગ રહે તેટલું ઉકાળી લો. આ પ્રવાહી ઠંડુ પડયા બાદ ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળો. મલાઈ કાઢ્યા બાદ ૨૦૦ લીટર પાણીમાં આ ઉકાળો અને દૂધ વ્યવસ્થિત રીતે ઓગાળી દો. આ મિશ્રણને ૨ કલાક રાખી મૂક્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.




Latest News