મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પાવળીયારી નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરણીતાએ ન કરવાનું કરી નાખ્યું


SHARE







































મોરબીના પાવળીયારી નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરણીતાએ ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના પાવળીયારી નજીક આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ થઇ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ પર આવેલ પાવરીયાળી નજીક પેન્ટાગોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજકુમાર આદિવાસીના પત્ની કવિતાબેન (40)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તે મહિલાના મૃતદેહને તેના પતિ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણો અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.બી.ડાંગર ચલાવી રહ્યા છે














Latest News