વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો
મોરબીની કુબેર ટોકીઝ પાસે ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધનું મોત
SHARE
મોરબીની કુબેર ટોકીઝ પાસે ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધનું મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને કાર ચાલકે અડફેટે લેતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના ભત્રીજાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કારચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળ ધાર વિસ્તારમાં રહેતા મુળ ગામના ચિખલી ગામના રહેવાસી હિતેશભાઈ રાજૂભાઈ મુધવા જાતે ભરવાડ (૨૩)એ હાલમાં સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ એલ ૨૨૧૮ ના ચાલક મહેન્દ્રભાઈ કાવરની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ભાઈજી વિહાભાઇ હરજીભાઈ મુંધવા (ઉંમર ૬૫) કુબેર ટોકીઝ પાસે મોરબી વાંકાનેર હાઇવે ઉપરથી ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાર ચાલકે પોતાની કારથી તેઓના ભાઈજી વિહાભાઈને હડફેટે લેતા તેને માથા, મોઢા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેઓનું મોત નિપજયુ હતુ હાલમાં હિતેશભાઈ મુંધવાની ફરિયાદ લઈને પોલીસે કારચાલક મહેન્દ્રભાઈ કાવરની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે