મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે કૌટુંબિક દાદા અને ભત્રીજીએ એકી સાથે બંધ મકાનમાં કર્યો આપઘાત: અનેક તર્કવિતર્ક


SHARE

















મોરબીના ચાંચાપર ગામે કૌટુંબિક દાદા અને ભત્રીજીએ એકી સાથે બંધ મકાનમાં કર્યો આપઘાત: અનેક તર્કવિતર્ક

મોરબીના ચાંચાપર ગામે કૌટુંબિક દાદા અને ભત્રીજીએ એકી સાથે બંધ મકાનની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરેલ છે જેથી કરીને હાલમાં નાના એવા ગામમાં ચકચાર મચી ગયેલ છે અને આ બંને મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ હોવાના કારણે સગીરા અને તેના કૌટુંબિક દાદાએ આપઘાત કર્યો હોય તેવી માહિતી સામે આવી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા અરજણભાઈ મંગાભાઈ ચૌહાણએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે ચાંચાપર ગામે તેઓના કૌટુંબિક મૃતક લક્ષ્મણભાઈ મોતીભાઈ ચૌહાણના બંધ મકાનની અંદર પાયલબેન તુલસીભાઈ ચૌહાણ (ઉંમર ૧૫) અને અમુભાઈ ભોજાભાઇ ચૌહાણ (૪૨) રહે. બંને ચાચાપર વાળાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને પોલીસે બંન્ને મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વધુમાં ગ્રામજનો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સગીરા અને યુવાન બંને ગઈકાલથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેને શોધવા માટેની કવાયત કરવામાં આવતી હતી પરંતુ કોઇ જગ્યાએથી તેઓનો પત્તો લાગ્યો ન હતો અને ત્યારબાદ લક્ષ્મણભાઈ ચૌહાણના બંધ મકાનમાંથી બંનેની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી

વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક અમુભાઈ ચૌહાણ અને પાયલ ચૌહાણના દાદા બંને કૌટુંબિક ભાઈ થાય છે એટ્લે કે કૌટુંબિક દાદા અને ભત્રીજીએ એક સાથે આપઘાત કર્યો છે જેથી કરીને પ્રેમ સંબંધ હોવાથી સગીરા અને તેના કૌટુંબિક દાદાએ આપઘાત કરે છે હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુભાઈ ચૌહાણ હાલમાં અમદાવાદમા રહે છે જો કે, કાળી ચૌદશના દિવસે નૈવેદ હોવાથી તેઓ ચાંચાપર ગામે આવ્યા હતા અને તેને તેની કૌટુંબિક ભત્રીજી  સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી નાના એવ ગામમાં ચકચાર મચી ગયેલ છે




Latest News