મોરબીના ચાંચાપર ગામે કૌટુંબિક દાદા અને ભત્રીજીએ એકી સાથે બંધ મકાનમાં કર્યો આપઘાત: અનેક તર્કવિતર્ક
મોરબીના વેજીટેબલ રોડે ઓવરટેક મુદે યુવાનને માર મારનાર ત્રણ પૈકીનાં બે શખ્સોની ધરપકડ
SHARE









મોરબીના વેજીટેબલ રોડે ઓવરટેક મુદે યુવાનને માર મારનાર ત્રણ પૈકીનાં બે શખ્સોની ધરપકડ
મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી પસાર થતાં યુવાનની સાથે ઓવરટેક કરવા બાબતે ત્રણ શખ્સોએ બોલાચાલી કરી હતી ત્યારબાદ તેને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડીના ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાને ત્રણ શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને બે આરોપીને ધરપકડ કરેલ છે અને બાકી રહેલા આરોપીને પકડવા માટે કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલા ભાગ્યલક્ષ્મી સોસાયટીની અંદર રહેતા મનીષરંજન કુમાર રમેશપ્રસાદ શાહી (ઉમર ૩૭)એ મોરબીમાં વેજીટેબલ રોડે રહેતા જયદીપ દરબાર, કુલદીપ દરબાર અને રામક્રુષ્ણનગરમાં રહેતા લાલભાઈ દરબારની સામે તેને માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેની સાથે ઓવરટેક કરવા બાબતનો ખાર રાખીને જયદીપ, કુલદીપ અને લાલભાઇએ માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેને બેફામ ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જયદીપ તેમજ કુલદીપે તેને પકડી રાખ્યા બાદ લાલભાઈ દરબારએ તેને ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને તેને હાથમાં અને પગમાં ફેક્ચર જેવી ઈજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં મનીષરંજનકુમારની ફરિયાદ લઈને બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં જયદીપસિંહ દિનુભા રાઠોડ (ઉમર ૨૧) રહે.વેજીટેબલ રોડ મોરબી-૨ અને કુલદીપસિંહ શાંતુભા રાઠોડ રહે.વેજીટેબલ રોડ મોરબી-૨ વાળાઓની ધરપકડ કરેલ છે.
