ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE







મોરબીના ઇન્દિરાનગરમાં યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારની અંદર રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે ઇન્દિરાનગર વિસ્તારની બાજુમાં આવેલ મંગલમ વિસ્તારમાં રહેતા મહેશભાઇ કાથળભાઈ પરમાર (ઉંમર ૨૬)એ કોઈ કારણોસર ચુંદડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતી અલ્કાબેન ભરતભાઈ છનિયારા નામની ૪૧ વર્ષીય મહિલા પોતાના પતિના બાઈકની પાછળ બેસીને બહારગામ જતા હતા ત્યારે વાંકનેરના ખીજડીયા રાજ પાસે બમ્પમાં બાઇકમાંથી પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલા અલ્કાબેનને સારવારમાં ખસેડાયા હતા. જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રૂપાવટી ગામના મનીષભાઈ હરજીભાઈ કણજારીયા નામના ૧૮ વર્ષના યુવાનને પણ બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજાઓ થવાથી મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં

મોરબીના આમરણ ગામના રહેવાસી જયસુખભાઇ જેરામભાઈ કાસુન્દ્રા જાતે પટેલ નામના ૫૮ વર્ષીય આધેડ મોરબીમાં શનાળા રોડ મારુતિ શો-રૂમ પાસેથી એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે વળાંકમાં અજાણ્યા કારચાલકે તેમના એક્ટિવાને હડફેટે લેતા જયસુખભાઇ કાસુન્દ્રાને ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની મારુતિ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News