મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ
Breaking news
Morbi Today

મોરીબમાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ આધેડ પાસેથી ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લીધી તો પણ ઉઘરાણી ચાલુ !: આઠ સામે ફરિયાદ, ત્રણની ધરપકડ


SHARE

















મોરીબમાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ આધેડ પાસેથી ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લીધી તો પણ ઉઘરાણી ચાલુ !: આઠ સામે ફરિયાદ, ત્રણની ધરપકડ

મોરબીમાં રહેતા આધેડને ધંધા માટે રૂપિયાની જરૂરી હતી જેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયા હતા અને ત્યાર બાદ તે આધેડના પત્નીની સારવાર માટે અને વ્યાજખોરોને વ્યાજ આપવા માટે જુદાજુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ છે તો પણ આધેડ અને તેના ત્રણ દીકરોને ચેક રિટર્ન કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે જેથી આઠ શખ્સોની સામે આધેડના દીકરાએ ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધ્ર્પક્ડ કરલે છે. અને બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ગૌરાંગ શેરી પારેખ શેરીમાં આવેલ પ્રતિભા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ઉમંગભાઈ બિમલભાઇ મકવાણા (21)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ, તુફેલ અલીભાઇ ગલરીયા, અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસનઅલી બ્લોચ, હીરાભાઇ દેવસીભાઇ રબારી, જુબેર અલીભાઇ ગલરીયા, ભાવીક વિમલભાઇ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, 15 વર્ષ પહેલા તેના પિતાને ધંધા માટે રૂપિયાની જરૂર હતી ત્યારે પ્રકાશભાઈ રાઠોડ પાસેથી 35 હજાર વ્યાજે લીધેલ હતા અને  તેની સામે દરરોજનું 200 રૂપિયા વ્યાજ આપતા હતા. અને જો રૂપિયા આપવામાં મોડુ થાય તો ગાળો આપીને મારકુટ કરતા હતા તેમજ ફરિયાદીના પિતા પાસેથી પ્રકાસભાઈએ સિક્યુરીટી પેટે રાજકોટ નાગરીક બેન્કના બે કોરા ચેક લીધેલ હતા. જે હિસાબ પુરો થવા છતા ચેક ખોવાય ગયેલ હોવાનુ જણાવી પરત આપેલ ન હતા. ત્યાર બાદ સાતેક મહિના પહેલા ફરિયાદીના પિતાએ રૂપીયાની જરૂર પડતા 15000 રૂપિયા દરરોજના 500 લેખે વ્યાજ આપવાના તે રીતે લીધેલ હતા અને છેલ્લા ચાર મહિનાથી વ્યાજ ન આપી શકતા તેની પાસે રહેલ 40 હજારનો ચેક બેંકમાં ભરીને ચેક રિટર્ન કરાવીને વકીલ મારફતે નોટિસ આપેલ છે,

આવી જ રીતે આરોપી તુફેલ અલીભાઈ ગલરીયા પાસેથી 20 હજાર રૂપિયા દરરોજના 500 લેખે લીધેલ હતા ત્યાર બાદ 10 હજાર રૂપિયા ચુકવેલ હતા અને બાકીના 10 હજાર વ્યાજ ન આપી શકતા વ્યાજ અને પેનલ્ટી ગણીને 45 હજાર લેવાના છે તેવું કહીને ફરિયાદીના પિતાના નામે એક્ટિવા લેવડાવીને પોતાની જ પાસે રાખી લીધેલ હતું જેનો 3060 નો હપ્તો ફરિયાદીના પિતા ભરતા હતા તો પણ અવાર નવાર તેના ઘરે આવીને ફરિયાદી અને તેના પિતાને જેમ ફાવે તેમ ગાળો આપીને રૂપિયાની ઉઘરાણી કરતાં હતા. તો ફરિયાદીના પિતાએ અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા પાસેથી 40 હજાર રૂપિયા મહિને 4 હજાર વ્યાજે લીધેલ હતા તેની સામે આરોઈએ કોરા બે સહી વાળા ચેક લીધેલ હતા. જેને બે મહિનાનું વ્યાજ આપેલ નથી માટે ચેક રિટર્ન કરવાની ધમકી આપેલ છે.

તો હસનઅલી બ્લોચ પાસેથી 40 હજાર રૂપિયા અઠવાડિયે 3 હજાર લેખે ફરિયાદીના પિતાએ લીધેલ હતા. અને છેલ્લા ચાર મહિનાથી વ્યાજ ચુકવવામાં મોડુ થતા પેનલ્ટી લગાવીને 2.40 લાખનો હિસાબ ગણાવીને ફરિયાદી પાસેથી એક્ટિવા નં. જીજે 36 એકે 9381 લઇ ગયેલ છે. અને જો રૂપિયા નહીં આપે તો મગજમારી થશે તેવી ધમકી આપે છે. જ્યારે હીરાભાઈ દેવસીભાઈ રબારી  પાસેથી 20 હજાર રૂપિયા દરરોજના 300 વ્યાજ લેખે લીધા હતા જેનું વ્યાજ ચૂકવી ન શકતા તેને જેમ ફાવે તેમ ગાળો આપીને ઉપાડી જવાની અને ચેક રિટર્ન કરીને તેનો કેસ કરવાની ધમકી આપેલ હતી.

ત્યાર બાદ ફરિયાદી તેના પિતાને વ્યાજના ચક્રમાંથી બહાર કાઢવા માટે જુબેર અલીભાઇ ગલરીયા પાસેથી 1 લાખ રૂપિયા દરરોજના 1000 વ્યાજ લેખે લીધેલ હતા. અને ત્રણ મહિના સુધી વ્યાજ આપેલ ત્યાર બાદ રૂપિયા આપી ન શકતા ફરિયાદીનું એકટીવા નં. જીજે 36 એએમ 2203 આરોપી લઈ ગયેલ છે અને ત્યાર બાદ જુબેરે કહ્યું હતું કે, “જો હું કઉ એમ તુ કરીશ તો આ બધા વ્યાજવટાવમાંથી છુટકારો આપાવી દઉં” જેથી તે તેના મિત્ર ભાવીક વિમલભાઇ સેજપાય પાસે લઈ ગયો હતો અને અને તેને 9 લાખ રૂપિયા આઠ ટકાના વ્યાજે આપવાનું કહ્યું હતું  જો તેની સામે ફરિયાદી તેના નામની ફોર વ્હિલર ગાડી આપવાનું કહ્યું હતું. ત્યારે તેની બધી વાતમાં હા પડી હતી અને તેની પાસેથી 10 લાખ રુપિયાનું લખાણ કરાવ્યુ હતું. અને મારા ઇન્ડ્રુસેન બેંકના બે કોરા સહિ વાળા ચેક લઈ લીધેલ હતા ત્યારે ફરિયાદી તેના નામની સ્વિફટ કાર લઇ આપેલ હતી. જે ગાડીના ફકત ડાઉન પેમેન્ટના રૂપિયા 2.90 લાખ જુબેરે ભાવીક પાસેથી લઈને ભરેલ હતા બાકીના  6 લાખ રૂપિયા ફરિયાદી ભરેલ છે. અને ફરિયાદી તેમજ તેના ભાઈને કિષ્ના હોટલ કંડલા બાયપાસ ખાતે બોલાવીને ધમકી આપવામાં આવી હતી.

ફરિયાદી તેના માતા બીમાર હોય એક વર્ષ પહેલા ઇન્દ્રજીત પ્રજેન્દ્રસિંહ ઝાલા પાસેથી 10 હજાર રૂપિયા મહિને 13 હજારના વ્યાજ લેખે લીધેલ હતા. જેની સામે બેન્કના ચેક લીધેલ હતા ને તેને કુલ મળીને 25 હજાર આપી દીધા છે તો પણ  છેલ્લા 3 મહિનાનો રોજનો 300 રૂપિયા લેખેનો પગાર ફરિયાદીને આપેલ નથી. અને એક લાખ રૂપિયા આપવા પડશે તેવું ફરિયાદીના પિતાને કહ્યું હતું. અને ફરિયાદીને ગાળો આપીને માર મારીને વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરે છે જેથી ત્રણ એક્ટિવા અને એક ગાડી પડાવી લીધા પછી પણ ચેક રિટર્ન કરવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે હીરાભાઇ દેવસીભાઇ રબારી, ભાવીક વિમલભાઇ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા નામના ત્રણ આરોપીને પકડ્યા છે અને બાકીના આરોપીને પકડવા તજવીજ ચાલી રહી છે.




Latest News