મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપર ગામની વાડીએથી ૧૦ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE











ટંકારાના ગણેશપર ગામની વાડીએથી ૧૦ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

ટંકારા તાલુકાના મીતાણા વિરવાવ રોડ ઉપર ગણેશપર ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને આદિવાસી શખ્સને પકડી લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

પ્રાપ્ત માહીતી પ્રમાણે ટંકારા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે મીતાણા-વિરવાવ રોડ ઉપર આવેલ ગણેશપર ગામની સીમમાં વશરામભાઈ આંબાભાઈ ગમારાની વાડીએ રહેતા રાકેશભાઈ ગોબરભાઇ ભુરીયા જાતે આદિવાસી (ઉંમર ૨૦) નામના ઇસમની પાસે વિદેશી દારૂ છે તે માહિતીને આધારે ટંકારા પોલીસે ત્યાં વાડીએ દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ૧૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતના દારૂનો જથ્થો કબજે કરેલ છે અને આરોપી રાકેશ ગોબરભાઇ ભુરીયાને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

યુવાન ઈજાગ્રસ્ત

મોરબીના જૂના ઘાંટીલા ગામનો રહેવાસી શૈલેષ દુર્લભજીભાઈ અગેચાણીયા નામનો ૨૫ વર્ષીય યુવાન બાઇક લઇને જતો હતો તે દરમિયાનમાં પીપળીયા રોડ ઉપર અકસ્માતે તેનું બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા શૈલેષ અગેચાણીયાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ભાવપર (આમરણ) ગામના રહેવાસી વંદનાબેન પ્રભુભાઈ કંજારીયા નામની ૪૫ વર્ષીય મહિલા જીવાપર ગામની સિમમાં આવેલ ખેતરમાં કામ કરતી હતી તે દરમિયાન કોઇ ઝેરી જનાવર કરડી જવાથી વંદનાબેનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

આધેડ સારવારમાં

મોરબીના અણિયારી ગામના રહેવાથી વિજયભાઈ પ્રેમજીભાઈ બાવરવા નામના ૫૦ વર્ષિય આધેડ મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે માળીયા મીંયાણા નજીકની વિશાલા હોટલ પાસે તેમના મોટરસાયકલ આડે કુતરૂ આડુ ઉતરતા મોટરસાઇકલ સ્લીપ થઇ જવાથી ઈજાગ્રસ્ત થયેલા વિજયભાઈ બાવરવાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News