મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ-કલેક્ટરની હાજરીમાં બાળ કલ્યાણ-બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ


SHARE







































મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ-કલેક્ટરની હાજરીમાં બાળ કલ્યાણ-બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને કલેક્ટર કે.બી.ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. ત્યારે કલેક્ટરએ બંને સમિતિ હેઠળ કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન કરી બાળકો જે સ્થળોએ આશરે લઈ રહ્યા હોય તે સંસ્થાઓની આકસ્મિક મુલાકાત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં જિલ્લામાં કોઈ પણ વાલી કે અન્ય અસામાજીક પ્રવૃત્તિઓ કરતા જૂથ બાળકો પાસેથી કોઈ પણ જ્ગ્યાએ ભીખ ન મંગાવે તે બાબતની પૂરતી તકેદારી રાખવા તાકીદ કરી હતી. આ બેઠક દરમિયાન સમિતિના સભ્ય દ્વારા કરવામાં આવેલી ગૃહ મુલાકાત, બાળ સંભાળ ગૃહોમાં આશ્રય લઈ રહેલા બાળકો, વિવિધ યોજનાઓ અન્વયે કરવામાં આવેલી કામગીરી અને લાભાર્થીઓની કરવામાં આવેલી ઘર તપાસ, બાળ સંભાળ ગૃહમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ, જેને જાગૃતિના કાર્યક્રમો સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાઈલ્ડ હેલ્પલાઇન અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશીયા તથા બંને સમિતિના સહ અધ્યક્ષ, સભ્ય સચિવ અને સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.














Latest News