મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

ખેલ મહાકંભ-૩.૦ માં ભાગ લેવા માંગતા મોરબીના રમતવીરોએ ૨૫ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું


SHARE











ખેલ મહાકંભ-૩.૦ માં ભાગ લેવા માંગતા મોરબીના રમતવીરો૨૫ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાત દ્વારા દર વર્ષેની જેમ ચાલુ વર્ષે ખેલમહાકુંભ 3.0 નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ ગ્રામ્ય, તાલુકા/ ઝોન કક્ષા, જિલ્લા/ મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા(ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર -૧૧, અંડર -૧૪ અને અંડર -૧૭ ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.

ખેલ મહાકુંભ 3.0 નું ઓનલાઈન રજીસ્ટેશન તા. ૫/૧૨/૨૦૨૪ થી શરૂ કરવામાં આવનાર છે, જેની છેલ્લી તા. ૨૫/૧૨/૨૦૨૪ રહેશે. ખેલ મહાકુંભ 3.0  મા ભાગ લેવા માટે નિયત વયજૂથ તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબ સાઈટ https://khelmahakumbh.gujarat.gov.In પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. અંડર-૯, અંડર -૧૧ , અંડર -૧૪ અને અંડર -૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથમાં  રજિસ્ટ્રેશન કરવવાનું રહેશે તેવું જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News