મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ ડિસેમ્બરના રોજ યોજાશે


SHARE









મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ ડિસેમ્બરના રોજ યોજાશે

લોકોની ફરિયાદો કે પ્રશ્નોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો ડિસેમ્બર- ૨૦૨૪ માસનો જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા. ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. જેમાં જિલ્લા કલેકટરશ્રી અને સંબંધિત અધિકારીગણ લોકોના પ્રશ્નો સાંભળશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો આગામી તારીખ ૧૦/૧૨/૨૦૨૪ સુધીમાં સંબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીના વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા સાથે અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ. તે અરજી અનિર્ણિત હોય, અગાઉ સંબંધિત ખાતામાં કરેલી રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/ પ્રત્યુતરની નકલ અરજીની સાથે રાખવી. અને સુનિશ્ચિત તારીખ બાદ આવેલી અરજીઓ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે. જેની મોરબી જિલ્લાના તમામ અરજકર્તાઓને ખાસ નોંધ લેવા અંગે નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૭મી ફેબ્રુઆરીના મળશે
મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા. ૨૦/૧૨/૨૦૨૪  ના રોજ બપોરના ૦૧:૩૦  કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર  એસ.જે.ખાચર  દ્વારા જણાવાયું છે.






Latest News