મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે ગૌશાળામાં પહેલા માળેથી નિચે પડી જતાં બાળક રાજકોટ ખસેડાયો


SHARE

















મોરબીના ગાળા ગામે ગૌશાળામાં પહેલા માળેથી નિચે પડી જતાં બાળક રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના ગાળા ગામે આવેલી ગૌશાળામાં પહેલા માળેથી આઠેક વર્ષનો રબારી બાળક નીચે પટકાયો હતો જેથી કરીને તેને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જોકે ગંભીર ઈજાઓને પગલે તેને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાળા ગામે આવેલ ગૌશાળામાં પહેલા માળેથી ખેતાભાઇ વધુભાઈ રબારી નામનો આઠ વર્ષનો બાળક નીચે પટકાયો હતો જેથી કરીને માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ખેતાભાઇ રબારી નામના આઠ વર્ષના બાળકને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ ઇજા જણાતાં હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતો માવજીભાઈ લક્ષ્મણભાઈ ચાવડા નામનો ૪૩ વર્ષીય યુવાન ગાળા ગામ નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેને પગલે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરી છે.જ્યારે મોરબીના ઘૂંટુ ગામે ગોવિંદભાઈની વાડીએ રહેતા ભુરાભાઈ મકનભાઈ આદિવાસી નામના ૨૨ વર્ષીય યુવાનને મોરબીની પંચાસર ચોકડીએ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ભુરાભાઈ આદિવાસીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લવાયો હતો.

બે રિક્ષા અથડાતા બેને ઈજા

મોરબીના પાડાપુલ નજીક આવેલા શંકર આશ્રમ નજીક બે રિક્ષા સામસામે અથડાઇ હતી જે બનાવમાં લાલજી દેવરાજભાઇ હણ જાતે રબારી (ઉમર ૩૦) રહે.રબારી વાસ શેરી-૧ જેલ રોડ મોરબીને તેમજ મોરબીના સામાકાંઠે આવેલ શકિત સોસાયટીમાં રહેતા માણેકબેન જેરામભાઈ વામજા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ઇજાઓ થતા તેમને સારવારમાં અનુક્રમે આયુષ હોસ્પિટલ અને હેમલ પટેલની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી આરતીબેન પ્રશાંતભાઈ અગેચાણીયા જાતે કોળી નામની ૨૨ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર તેના પોતાના ડાબા હાથે જાતે બ્લેડ વડે છરકા કરતા તેણીને સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી અને આ બનાવની જાણ થતાં સીટી એ ડિવિજન પોલીસ મથકના હમીરભાઇ ગોહીલ તપાસમાં જતા યુવતી રજા લીધા વગર જ હોસ્પિટલેથી જતી રહી હોવાનું જાણવા મળે છે..!




Latest News