મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક ઓવરટેક કરવા જતા સમયે સ્કોર્પિયો ગાડી પલટી મારીને ઝાડ સાથે અથડાતા કારમાં આગ લગતા નુકશાન: ત્રણ ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







મોરબી નજીક ઓવરટેક કરવા જતા સમયે સ્કોર્પિયો ગાડી પલટી મારીને ઝાડ સાથે અથડાતા કારમાં આગ લગતા નુકશાન: ત્રણ ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ગાળા ગામના પાટિયા પાસે રોડ ઉપર ઓવરટેક કરવા જતા સમયે સ્કોર્પિયો ગાડી પલટી મારી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઇ હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને ત્યાર બાદ ગાડીમાં આગ લાગી હતી જેથી વાહનમાં નુકશાન થયું છે અને આ બનાવમાં ત્રણ યુવાનોને થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા હાર્દિક કેશવજીભાઈ કુંડારીયા (28) તથા નેવિલ દિનેશભાઈ કુંડારીયા (21) અને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સતનામ નગરમાં રહેતા સાવનભાઈ દાવા (27) ગામના ત્રણ વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઈજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને ત્યારે તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સ્કોર્પિયો ગાડીમાં માળીયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલથી ગાળા ગામ તરફ ઘરે પરત આવી રહ્યા હતા દરમિયાન ગાળા ગામના પાટીયા નજીક પેટ્રોલ પંપ પાસે ઓવરટેક કરવા જતાં સમયે ગાડી પલટી મારી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઇ હતી ત્યાર બાદ કારમાં આગ લાગી હતી અને કારમાં નુકશાન થયું હતું. આ બનાવમાં ઇજા પામેલા ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા આ અંગેની આગળની વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીક આવેલ કોરલ ગ્રેનાઈટો કારખાના પાસે લાલપર ગામે રહેતા જીતુભાઈ ભવાનસિંહ ગુર્જર (25) નામના યુવાનને રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી તેને હોસ્પિટલે સારવાર માટે લાવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા હાજીભાઈ મુસાભાઇ સુમરા (42) નામનો યુવાન બાઈક લઈને વનાળીયા ગોર ખીજડીયા વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર બાઈક આડે કૂતરું આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 






Latest News