મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો
SHARE
મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો
મોરબીના સામાકાંઠે આવેલા પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ગૌશાળા મેલડી માતાજીના મંદિર ખાતે જય શ્રી ગૌશાળા મેલડી માતાજીનો હરખનો માંડવો યોજવામાં આવેલ છે. તા.૭ ના રોજ સાંજે મહાપ્રસાદ રાતે ડાક ડમરનો કાર્યક્રમ પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ગૌશાળા વાળી મેલડી માતાજી મંદિર ખાતે યોજાશે.
આયોજકોના જણાવ્યા પ્રમાણે આગામી તારીખ ૭ ને શનિવારના રોજ માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે થાંભલી રોપણ બાદ ભૂવાઓના સામૈયા અને સાંજે છ વાગ્યે મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ રાત્રિના ૯:૩૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેમાં હકુભાઈ માલણીયાત, સાગરભાઇ માલણીયાત, કિશનભાઇ માલણીયાત તથા વિશાલભાઈ માલણીયાત ડાક ડમરની રમઝટ બોલાવશે.સર્વે શ્રદ્ધાળુઓને મંદિરના પૂજારી પ્રભુભાઈ મજેઠીયા તેમજ સેવક ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.