મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત નિપજાવનાર ટ્રેક કન્ટેનરના ચાલકની ધરપકડ
મોરબી નજીકથી 40 કિલો કોપર વાયર સાથે જામનગર-ચુડાના ત્રણ શખ્સ પકડાયા: તપાસ શરૂ
SHARE
મોરબી નજીકથી 40 કિલો કોપર વાયર સાથે જામનગર-ચુડાના ત્રણ શખ્સ પકડાયા: તપાસ શરૂ
મોરબીના જૂના ઘૂટું રોડે આવેલ સોના સિરામિક પાસેથી ત્રીપલ સવારીમાં બાઇક પસાર થઈ રહ્યું હતું તે બાઈકને રોકીને પોલીસે પ્લાસ્ટિકના કોથળા ચેક કર્યા હત ત્યારે તે બાઈક ઉપર જઈ રહેલા શખ્સો પાસેથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો અને કોપર વાયરના આધાર પુરાવા તેની પાસે ન હતા જેથી કરીને શકપડતી મિલકત તરીકે 40 કિલો કોપર વાયર તથા બાઇક મળીને કુલ 50,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલને પોલીસે કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મોરબીના જૂના ઘૂટું રોડે આવેલ રોડ ઉપર આવેલ સોના સિરામિક પાસેથી બાઈક નંબર જીજે 10 એક્યુ 5720 ત્રીપલ સવારીમાં પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકને ઊભા રાખીને ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેની પાસેથી કોપર વાયરનો જથ્થો મળી આવેલ હતી જેના તેની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે 40 કિલો કોપર વાયર જેની કિંમત 20,000 રૂપિયા તથા 30,000 રૂપિયાની કિંમત મોબાઈલ આમ કુલ મળીને 50,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને રાયધન બચુભાઈ વાઘેલા (22) રહે. ગુલાબનગર ઓવરબ્રિજ નીચે જામનગર, પ્રવીણ ઉર્ફે કરીમ ગોવિંદ વાજલીયા (20) રહે. ગુલાબનગર મામા સાહેબ મંદિર સામે જામનગર અને નવઘણ મફાભાઈ મંદોરીયા (23) રહે. ભગુપુરા ચુડા સુરેન્દ્રનગર વાળાની સામે કાર્યવાહી કરી હતી. અને 41 (1) (ડી) મુજબ મુદામાલને કબજે કરીને આ શખ્સો પાસેથી મળી આવેલ કોપર વાયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
મહિલા સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા ગેદીબાઈ હરિપ્રસાદ (47) નામની મહિલાને હાથમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
કારમાં આગ લગતા નુકશાન
મોરબી તાલુકાના નવી ટિંબડી ગામ પાસે ઘર નજીક પાર્ક કરેલ અલ્ટો કાર નંબર જીજે 13 એમએન 5288 માં બેટરી પાસે શોર્ટ સર્કિટ થવાને કારણે ગાડીમાં આગ લાગી હતી અને ગાડીમાં નુકસાન થયેલ છે જેથી આ અંગેની દિલીપભાઈ મગનભાઈ પરમાર રહે. નવી ટિંબડી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે