મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરીબમાં વ્યાજખોરોએ ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લેવાના ગુનામાં વધૂ એક આરોપી ઝડપાયો


SHARE







































મોરીબમાં વ્યાજખોરોએ ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લેવાના ગુનામાં વધૂ એક આરોપી ઝડપાયો

મોરબીમાં રહેતા આધેડને ધંધા માટે રૂપિયાની જરૂરી હતી જેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયા હતા અને બાદમાં આધેડના પત્નીની સારવાર માટે અને વ્યાજખોરોને વ્યાજ આપવા માટે જુદાજુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં આવેલ ગૌરાંગ શેરી પારેખ શેરીમાં આવેલ પ્રતિભા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ઉમંગભાઈ બિમલભાઇ મકવાણા (21)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ, તુફેલ અલીભાઇ ગલરીયા, અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસનઅલી બ્લોચ, હીરાભાઇ દેવસીભાઇ રબારી, જુબેર અલીભાઇ ગલરીયા, ભાવીક વિમલભાઇ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના પિતાએ ધંધા માટે અને ત્યાર બાદ તેની માતાની સારવાર માટે જુદા જુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ વ્યાજખોરોના ચક્રમાંથી નીકળવા માટે ઉચાં વ્યાજે જુદાજુદા કુલ મળીને આઠ શખ્સો પાસેથી આધેડ અને તેના દીકરે વ્યાજેરૂપિયા લીધા હતા અને વ્યાજે રૂપિયા લીધેલ રૂપિયાની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ફરિયાદ આધારે પહેલા ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ આ ગુનામાં પોલીસે આરોપી હસન અલીભાઈ બ્લોચ (31) રહે. મકરાણીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.














Latest News