મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાવીને યુવાન પાસેથી લાખો રૂપિયા પડાવનારા મુખ્ય સૂત્રધારની ધરપકડ


SHARE













મોરબીમાં વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાવીને યુવાન પાસેથી લાખો રૂપિયા પડાવનારા મુખ્ય સૂત્રધારની ધરપકડ

મોરબીમાં યુવાનને ઓનલાઇન જુગારની આઈ.ડી. બનાવી આપવામાં આવી હતી અને ત્યાર બાદ તે યુવાનને જુગાર રમવા માટે રૂપિયા પણ આપવામાં આવ્યા હતા જે રૂપિયા જુગારમાં હારી ગયેલા યુવાનને વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયો હતો અને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી 30 થી 60 ટકા સુધી વ્યાજ લેનારા શખ્સો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતાં હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાને 6 શખ્સોની ફરિયાદ નોંધાવેલ હતી તે ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીમાં રવપર રોડ ઉપર સ્વાગત હોલની પાછળ આવેલ જલારામ સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષકના દીકરા વિનાયક મણીલાલ મેરજા (20)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા સહિત કુલ મળીને 6 શખ્સની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તે વર્ષ 2022 માં મોરબી નિર્મલ સ્કુલમાં ધો. 12 મા અભ્યાસ કરતો હતો ત્યારે તે તેના મમ્મીના મામાના દિકરાનો દિકરા કુણાલ ઉર્ફે ભુરો ઓગણજાની ઉમીયા સર્કલ પાસે શોપીંગ સેન્ટરમાં શિવાય ફાયનાન્સ નામની ઓફીસ હતી ત્યાં તે અવારનવાર બેસવા જતો હતો અને કુણાલ પોતે પોતાની ઓફીસે ઓનલાઈન જુગારની આઈ.ડી. બનાવી રમતો હતો જેથી ફરિયાદીને પણ ઓનલાઈન જુગાર રમવાનો શોખ થયો હતો

ત્યાર બાદ કુણાલે ફરિયાદીને તેની જ ઓફીસે તેના મોબાઇલમા ઓનલાઇન જુગાર માટે આઈ.ડી. બનાવી આપી હતી અને તે આઇ.ડી. માં પાંચ લાખ કુણાલે પોતાના આઈ.ડી.માથી ક્રેડીટ પેટે ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ફરિયાદી તે રકમ જુગારઆ હારી ગયો હતો જેથી જુદાજુદા પાંચ શખ્સ કે જે કુણાલની ઓફિસે આવતા હતા તેની સાથે સંપર્ક હોવાથી કુણાલને રૂપિયા આપવા માટે જુદાજુદા લોકો પાસેથી 30 થી લઈને 60 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે ઘણી રકમ આપવામાં આવી હતી તો પણ વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી ગણીને યુવાન પાસેથી લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપવામાં આવતી હતી.

જેથી ગેંગ બનાવીને વ્યાજના ચક્રમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 શખ્સોની સામે યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં પહેલા આરોપી મિલનભાઇ પ્રકાશભાઈ ઉર્ફે પકાભાઇ ફુલતરીયા અને મેહુલ ઉર્ફે માધવ લાખાભાઈ જીલરીયાની ધરપકડ કરી હતી અને હાલમાં પીએસઆઈ સી.એચ. સોંન્દરવા અને રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા મુખ્ય સૂત્રધાર આરોપી ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા (26) રહે.  સતનામનગર પ્રભાત હાઇટ્સ શનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે. 




Latest News