મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો
હળવદ નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી સુરેન્દ્રનગરના વૃદ્ધનું મોત
SHARE
હળવદ નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી સુરેન્દ્રનગરના વૃદ્ધનું મોત
હળવદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં વૃદ્ધ કોઈપણ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના રહેવાસી મનસુખભાઈ લાલજીભાઈ પનારા (65) નામના વૃદ્ધ કોઈપણ કારણોસર હળવદમાં આવેલ અનિલ ફર્નિચર મોલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બિયરના બે ટીન સાથે પકડાયો
હળવદ તાલુકાના રાયધ્રા ગામે મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 200 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને અને આરોપી રોહિત ઉર્ફે પદુ હરજીભાઈ સિણોજીયા (26) રહે. રાયધ્રા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
જુગાર રમતા બે પકડાયા
મોરબીના પંચાસર રોડ ઉપર ઉમિયા માર્કેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિત ઉર્ફે જીગો શંકરભાઈ કૈલા (37) રહે. પંચાસર રોડ રાજનગર મોરબી તથા અસલમ અનવરભાઈ માડકીયા (27) રહે. મહેન્દ્રપરા શેરી નં-20 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે