માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓનલાઈન મંગાવેલ પાર્સલોમાંથી કિંમતી સમાન કાઢી લેનારા ડિલિવરી બોયની છેતરપિંડીના ગુનામાં ધરપકડ


SHARE

















મોરબીમાં ઓનલાઈન મંગાવેલ પાર્સલોમાંથી કિંમતી સમાન કાઢી લેનારા ડિલિવરી બોયની છેતરપિંડીના ગુનામાં ધરપકડ

મોરબીમાં ઓનલાઇન વસ્તુઓ મંગાવતા વ્યક્તિઓને સાવધાન થઈ જવા જેવી ઘટના સામે આવી છે જેમાં ઓનલાઇન કંપનીમાંથી સોનીના પ્લેસ્ટેશનની ગેમીંગ આઈટમ તેમજ એપલના એરપોર્ડ વિગેરે ગ્રાહકોએ મંગાવ્યા હતા જેની ડીલેવરી માટેના પાર્સલમાંથી તેને કાઢી લઈને તે પાર્સલમાં અન્ય બીજી કોઈ નોનયુઝ વસ્તુઓ મૂકી દીધી હતી અને કંપની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી જેથી ડીલેવરી બોય સામે 1,23,500 ની કિંમતના મુદ્દામાલની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

રાજકોટમાં આવેલ રાજનગર-5 ચંદ્રેશનગર મેઇન રોડ સાલ પ્લાઝા બિલ્ડિંગની પાછળ રહેતા મહેશભાઈ મોહનભાઈ રાઠોડ (63)એ થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રફિક હનીફભાઈ ભટ્ટી રહે. મોરબી વાળા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, તેઓની ફ્લિપકાર્ટ પ્રા. લિ.  નામની કંપનીની લોજિસ્ટિક કંપની ઇન્ટાકાર્ટ પ્રા. લિ. કંપનીમાં આરોપી ડીલેવરી બોય તરીકે ફરજ બજાવતો હતો અને જુદા જુદા ગ્રાહકો દ્વારા જે વસ્તુઓ મંગાવવામાં આવી હતી તેમાં સોની પ્લેસ્ટેશનની કુલ 9 ગેમિંગ આઈટમ, એપલ એરપોર્ડ એક નંગ અને એપલ એરપોર્ડ પ્રો એક નંગ આ આઇટમો પાર્સલમાંથી કાઢી લેવામાં આવી હતી જેની કુલ કિંમત 1,23,500 થાય છે અને ગ્રાહકને ડીલેવરી માટે જે પાર્સલ આવેલા હતા તે પાર્સલમાં અન્ય બીજી નોનયુઝ વસ્તુઓ મૂકી દઈ કંપનીની સાથે ખેતરપિંડી કરી હતી જે ગુનાની તપાસ કરી રહેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.એમ. કરકર અને રાઇટર ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી રફિક હનીફભાઈ ભટ્ટી (30) રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે.




Latest News