મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરીબમાં ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લેવાના ગુનામાં વધૂ એક વ્યાજખોર પકડાયો: કુલ ચાર ઝડપાયા


SHARE







મોરીબમાં ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લેવાના ગુનામાં વધૂ એક વ્યાજખોર પકડાયો: કુલ ચાર ઝડપાયા

મોરબીમાં રહેતા આધેડને ધંધા માટે રૂપિયાની જરૂરી હતી જેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયા હતા અને બાદમાં આધેડના પત્નીની સારવાર માટે અને વ્યાજખોરોને વ્યાજ આપવા માટે જુદાજુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં આવેલ ગૌરાંગ શેરી પારેખ શેરીમાં આવેલ પ્રતિભા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ઉમંગભાઈ બિમલભાઇ મકવાણા (21)એ થોડા દિવસો પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ, તુફેલ અલીભાઇ ગલરીયા, અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસનઅલી બ્લોચ, હીરાભાઇ દેવસીભાઇ રબારી, જુબેર અલીભાઇ ગલરીયા, ભાવીક વિમલભાઇ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના પિતાએ ધંધા માટે અને ત્યાર બાદ તેની માતાની સારવાર માટે જુદા જુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ વ્યાજખોરોના ચક્રમાંથી નીકળવા માટે ઉચાં વ્યાજે જુદાજુદા કુલ મળીને આઠ શખ્સો પાસેથી આધેડ અને તેના દીકરે વ્યાજેરૂપિયા લીધા હતા અને વ્યાજે રૂપિયા લીધેલ રૂપિયાની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ફરિયાદ આધારે પહેલા ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ આ ગુનામાં પોલીસે આરોપી પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ (30) રહે. નાની માધાણી શેરી કંસારા શેરી પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

પ્રેમી પંખીડા પકડાયા

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનામાં પ્રેમી પંખીડા હોવાની બાતમીના આધારે ઓડીસા પોલીસ મોરબી આવી હતી અને ઓડીસાના નીલગીરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવેલું હોય તપાસ કરવામાં આવતા મોરબીના ઊંચી માંડલ ગામે કારખાનામાંથી ભોગ બનનાર સગીરા તથા આરોપી બુદ્ધિયાભાઈ રબેન્દ્રભાઈ મહાલી (ઉમર ૨૬) મૂળ રહે.ઓડીસા હાલ મોરબી વાળાને મોરબી ખાતેથી પકડ્યા હતા અને તપાસના કામે બંનેને સાથે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.




Latest News