મોરબી જિલ્લામાં ભાજપના નવ મંડલના પ્રમુખ બદલાવવા માટે કવાયત શરૂ: છેલ્લી કાર્યશાળામાં સંગઠનની રચનાની માહિતી અપાઈ, પ્રમુખ બનવા ફોર્મ ભરવું પડશે
SHARE









મોરબી જિલ્લામાં ભાજપના નવ મંડલના પ્રમુખ બદલાવવા માટે કવાયત શરૂ: છેલ્લી કાર્યશાળામાં સંગઠનની રચનાની માહિતી અપાઈ, પ્રમુખ બનવા ફોર્મ ભરવું પડશે
મોરબી શહેરના રોડ ઉપર આવેલ હર ભોલે હોલ ખાતે જિલ્લા ભાજપની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને તેના દ્વારા સંગઠનની રચનાની માહિતી આપવામાં આવી હતી અને 40 થી 45 વર્ષ સુધીની ઉંમરના ભાજપના આગેવાનો મંડળના પ્રમુખ બનવા માટે થઈને પોતાનું ફોર્મ ભરી શકશે.
ભાજપ દ્વારા સંગઠન પર્વની અંતિમ કાર્યશાળાનું મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હરફોલે હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમય માટે મોરબી જિલ્લાના નવ મંડલોના પ્રમુખની વરણી કઈ રીતે કરવામાં આવશે તેને બાબતને લઈને વિસ્તૃત માહિતી પ્રદેશમાંથી આવેલા કમલેશભાઈ મીરાણી દ્વારા આપવામાં આવી હતી આ તકે ચૂંટણી અધિકારી દિલીપભાઈ પટેલ તથા સહચૂંટણી અધિકારી ચંદુભાઈ હુંબલ સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા.
વધુમાં મળતી વિગત પ્રમાણે નવ મંડલના પ્રમુખ માટે પ્રદેશમાંથી 40 વર્ષની ઉંમરની ગાઈડલાઇન નક્કી કરવામાં આવી છે અને ભાજપના જે કોઈ આગેવાનો મંડલના પ્રમુખ બનવા ઇચ્છતા હોય તેમણે આગામી સમયમાં ફોર્મ ભરવાનું રહેશે અને જો કોઈ એક મંડલમાં એકથી વધુ આગેવાનોના પ્રમુખ પદ માટેના ફોર્મ આવશે તો ત્યારબાદ ફોર્મ ભરનારા ભાજપના આગેવાનની પક્ષમાં સક્રિયતા અને પક્ષ પ્રત્યેની વફાદારી સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપના અગ્રણીઓ વિચાર વિમર્શ કરીને જે તે મંડલના પ્રમુખના નામ જાહેર કરાશે. અને સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ તથા જિલ્લાના વિવિધ મોરચાના પ્રમુખોની સિદ્ધિ પ્રદેશ ભાજપમાંથી વરણી કરવામાં આવે તેવી શક્યતા છે.
આ કાર્યશાળામાં સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા હીરાભાઈ ટમારિયા, ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપભાઇ વાળા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, રવિભાઈ સનાવડા, જયંતિભાઈ પટેલ, અનિલભાઈ મહેતા, અરવિંદભાઇ વાસદડિયા, કિરીટભાઇ અંદરપા, વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જિજ્ઞાબેન મેર સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો હાજર રહ્યા હતા
