મોરબીમાં યુવાનની હત્યા કરનારા પૂર્વ સેલ્સમેનના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના લીલાપર રોડે ડામરના કામમાં લોટ પાણી ને લાકડા !: નિયમ મુજબ કામ કરવા કરણી સેનાની માંગ
SHARE









મોરબીના લીલાપર રોડે ડામરના કામમાં લોટ પાણી ને લાકડા !: નિયમ મુજબ કામ કરવા કરણી સેનાની માંગ
મોરબીના જુદાજુદા વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે અને નબળું કામ થતું હોય તો જાણ કરવા માટે ધારાસભ્ય દ્વારા અવાર નવાર લોકોને અપીલ કરવામાં આવે છે તેવામાં મોરબીના લીલાપર રોડ ઉપર રોડનું કામ ચાલી રહ્યું છે તે કામ નબળું થઈ રહ્યું હોવાના સ્થાનિકો લોકોએ આક્ષેપો કર્યા છે. અને નિયમ મુજબ કામ નહીં કરવામાં આવે તો કામ કરતી એજન્સી સામે ફરિયાદ કરવાની કરણી સેનાના આગેવાને ચીમકી ઉચ્ચારી છે.
મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિહ બી. જાડેજાએ સોશયલ મીડિયામાં એક વિડીયો મુકેલ છે જેમાં મોરબીના લીલાપર રોડે વિદ્યુત સ્મશાનથી લીલાપર ચોકડી સુધી રોડના પેચ વર્કનું કામ કરવામાં આવી રહ્યું છે તે કામ નબળું થઈ રહ્યું છે. તેવો આક્ષેપ કરવામાં આવેલ છે. અને નિયમ મુજબનું સંતોષકારક કામ કરી આપવા કહ્યું હતું જો કે, છેલ્લા 15 દિવસમાં કોઈ જાતનું કામ કરવામાં આવેલ નથી અને ખાડા તેમજ માટીના ઢગલા મૂકીને જતા રહ્યા છે. જેથી લોકોમાં ભારે રોશની લાગણી ફેલાયેલ છે. અને મોરબીના અધિકારીઓએ સારા કામ કરવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ એજન્સી વાળા જાણે કે લોકોની સુખાકારી નહીં પણ પોતાની તિજોરી ભરવા બેઠા હોય તેવા કામ કરી રહ્યા છે જેથી એજન્સી વાળ જો ઝડપથી સારું કામ નહીં કરે તો આ એજન્સીએ જ્યાં જ્યાં કામ કર્યા છે તેની માહિતી લઈને તેની સામે ઉચ્ચકક્ષે ફરિયાદ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
