મોરબીમાં સગીરાનું અપહરણ કરવામાં ભાઈને મદદ કરનાર ભાઈને પણ કરાયો જેલ હવાલે
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી પસાર થતી કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં
SHARE
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી પસાર થતી કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં
મોરબી સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર કારમાં આગ લાગવાની ઘટના અનેક વખત બનતી હોય છે તેવી જ રીતે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગવાની ઘટના બની હતી જેની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે જઈને કારમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
જાણવા મળતી વિગત પ્રમાણે ગુરૂવારે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર થી હુન્ડાઈ કંપનીની ક્રેટા કાર નંબર જીજે 36 એલ 0019 પસાર થઈ રહી હતી ત્યારે આ કારમાં કોઈ કારણોસર એન્જિનના ભાગમાં આગ લાગી હતી જેથી કરીને કાર ચાલક તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી ગયો હતો અને આ બનાવ અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હોય કારમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કારના મશીન અને આગળનો ભાગ બળૂ ગયો હતો. જોકે આ બનાવમાં સબ નસીબે કોઈ જાનહાની કે કોઈને ઈજા થયેલ નથી અને વધુમાં ફાયર વિભાગના અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે આ કાર કોઈ હિતેશભાઈ પટેલ નામના વ્યક્તિની છે અને મશીનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોય તેવી શક્યતા સેવાઈ રહી છે