મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી પસાર થતી કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં
મોરબીમાં શેર બજારના નામે યુવાન સાથે 85.42 લાખની છેતરપિંડી: ત્રણ મોબાઈલ નંબર-સાત બેન્ક એકાઉન્ટ નંબરના ધારકો સામે ફરિયાદ
SHARE
મોરબીમાં શેર બજારના નામે યુવાન સાથે 85.42 લાખની છેતરપિંડી: ત્રણ મોબાઈલ નંબર-સાત બેન્ક એકાઉન્ટ નંબરના ધારકો સામે ફરિયાદ
મોરબીમાં શેર બજારના નામે ઘણા લોકોની સાથે છેલ્લા મહિનાઓમાં લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે તો પણ અજાણ્યા લોકોના સંપર્કમાં આવીને શેર બજારમાં રોકાણ કરીને નફો મેળવવાની લાલચમાં હજુ પણ આવે છે આવી જ એક ઘટના મોરબીમાં સામે આવેલ છે જેમાં સિરામિક કારખાનામાં નોકરી કરતાં કર્મચારની વોટસએપ શેર બજારની ટિપ્સ માટેના એક ગ્રૂપની લિન્ક આપવામાં આવી હતી ત્યારે બાદ શેર બજારમાં ઓન લાઇન રોકાણ કરાવીને સારો નફો કમાવવાની લોભામણી લાલચ યુવાનને આપવામાં આવી હતી જેથી યુવાને વિશ્વાસમાં આવીને શેરબજારમાં રોકાણ કરવા માટે 85,42,100 જુદીજુદી બેન્કના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા તે યુવાનની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી તેને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ત્રણ મોબાઈલ નંબર અને સાત બેન્ક એકાઉન્ટ નંબરના ધારકોની સામે ફરિયાદ નોંધાવેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના એસપી રોડે આવેલ સીલ્વર હાઇટસમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં ધર્મેન્દ્રભાઇ નાગજીભાઇ સુતરીયા (43) એ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વ્હોટસએપ નંબર 91 99724 53247, 76299 02726 અને 84148 42406 ના ધારક તથા UCO બેંક એકાઉન્ટ નંબર 03190210004517, UCO બેંક એકાઉન્ટ નંબર 22180210004661, BANDHAN બેંક એકાઉન્ટ નંબર 20100031815380, UCO બેંક એકાઉન્ટ નંબર 23560210002216, UCO બેંક એકાઉન્ટ નંબર 31190210001554, BANDHAN બેંક એકાઉન્ટ નંબર 20100031988315 અને UCO બેંક એકાઉન્ટ નંબર 80520210003015 ના ધારકે સામે છેતરપિંડીની ફરિયાદ કરેલ છે.
જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, ગત તા 16/10/24 થી 8/11/24 માં તે ઉચી માંડલ ખાતે આવેલ એકોર્ડ વિટ્રીફાઇડ કંપનીમાં ખાતે ઓફીસે હતો ત્યારે આરોપીઓએ તેના વોટસએપ નંબર ઉપર VIP 14 Surendra stock exchangegroup નામના વોટસએપ ગ્રુપમાંથી મેસેઝ કરેલ હતો અને તે ગ્રુપના એડમીન મો.નં. +91 99724 53247 ટિફની ટેલર એમસી એકાઉન્ટ વાળાએ તેને ગ્રુપમાં એડ કરેલ અને ગ્રુપના અન્ય બે એડમીન 91 76299 02726 શ્રદ્ધા ચોપરા અને 91 84148 42406 સુરેન્દ્રકુમાર દુબે હતા આ ગ્રુપમાં એડમીનો દ્વારા શેર બજાર રીલેટેડ મેસેજ મૂકવામાં આવતા હતા અને શેર માર્કેટને લગતી ટીપ્સ આપવામાં આવતી હતી. અને ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરી વધુ નફો મેળવવા માટે https://m.emceesing.com/ વાળી લીંક મોકલેલ હતી.
ત્યાર બાદ ફરિયાદી આ વેબ પેઇઝ ઉપર ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા જણાવેલ હતું અને ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરવામાં રસ હતો જેથી તેને લીંક વાળા વેબ પેઇઝમાં એડમીનોના કહેવા પ્રમાણે ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યું હતું ત્યારબાદ ફરિયાદીને યુ.એસ. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું તથા આઇ.પી.ઓ. ભરવાનુ કહેવામા આવ્યું હતું અને આરોપીઓએ કાવતરૂ રચીને શેર બજારમાં ઓન લાઇન રોકાણ કરાવીને સારો નફો કમાવવાની લોભામણી લાલચ ફરિયાદીને આપી હતી અને તેને વિશ્વાસમાં લઈને શેરબજારમાં રોકાણ કરવાના બહાને તેની પાસેથી 85,42,100 રૂપિયા જુદા જુદા બેંક એકાઉન્ટમાં મેળવ્યા હતા અને ત્યાર બાદ ફરિયાદીને આજ સુધી રૂપિયા પાછા આપવામાં આવેલ નથી અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બી.એન.એસ. કલમ 316 (2), 318(4), 61 (2) તથા આઇટી એકટ કલમ તથા 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ ચલાવી રહ્યા છે.