ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો
વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો
SHARE
વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો
વાંકાનેર ખાતે વાંકાનેર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે વાંકાનેર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્યશ્રી ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ વિભાગ દ્વારા ઉભા કરવામાં આવેલા ખેડૂતલક્ષી સ્ટોલ અને પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના અંદાજિત ૭૦૦ જેટલા ખેડૂતોએ આ કૃષિ મહોત્સવમાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.