અમારા ગામમાં મોડી રાત્રે કેમ આવ્યા કહીને હળવદના મથક નજીક ત્રણ વ્યક્તિ ઉપર હુમલો: એક યુવાનને છરીનો ઘા ઝીકયો
SHARE
અમારા ગામમાં મોડી રાત્રે કેમ આવ્યા કહીને હળવદના મથક નજીક ત્રણ વ્યક્તિ ઉપર હુમલો: એક યુવાનને છરીનો ઘા ઝીકયો
હળવદ તાલુકાના મથકથી ચુંપણી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન તેના બે કૌટુંબિક ભાઈ સાથે પસાર થઈ રહ્યો હતો દરમિયાન જૂના મનદુખનો ખાર રાખીને “અમારા ગામમાં મોડી રાત્રે કેમ આવ્યા” તેવું કહીને તેને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ યુવાનની સાથે રહેલા તેના બે કૌટુંબિક ભાઈને ધોકા વડે માર માર્યો હતો અને યુવાનને ઢીકાપાટુનો માર મારીને છરી વડે પીઠના ભાગે હુમલો કરીને ચીરો પાડી દીધો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા રોહિતભાઈ રૈયાભાઇ દેકાવાડિયા (22)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય રૂડાભાઈ જેતપરા રહે. માથક અને તેની સાથે રહીને અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માથક ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે માથક ગામથી ચુંપણી તરફ જવાના રસ્તા ઉપર ફરિયાદી તથા તેની સાથે યોગેશભાઈ લાલજીભાઈ દેકાવાડીયા અને મહિપતભાઈ સાદુરભાઈ દેકાવાડિયા પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ “અમારા ગામમાં મોડી રાત્રે કેમ આવ્યા” તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યાર બાદ અજય જેતપરાએ યોગેશભાઈ અને મહિપતભાઈને ધોકા વડે માર માર્યો હતો અને ઈજા કરી હતી તેમજ અજાણ્યા શખ્સે ફરિયાદીને ઢિકાપાટુનો માર માર્યો હતો જો કે, અજય જેતપરાએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ફરિયાદીને પીઠના ભાગે ચીરો પાડી દીધો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે