હળવદના વેગડવાવ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને શોપિંગ મોલમાં ઘૂસીને યુવાનને માર માર્યો: દંપતી સહિત ત્રણને મારી નાખવાની ધમકી
SHARE
હળવદના વેગડવાવ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને શોપિંગ મોલમાં ઘૂસીને યુવાનને માર માર્યો: દંપતી સહિત ત્રણને મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતી મહિલાના પતિ સાથે દોઢ મહિના પહેલા થયેલ બોલાચાલીનો ખાર રાખીને ત્રણ શખ્સો તેઓના શોપિંગ મોલમાં આવ્યા હતા અને ત્યાં મહિલા તથા તેના પતિ અને દિયર સાથે બોલાચાલી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતિ મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે સ્વામિનારાયણ નગરમાં રહેતા હંસાબેન રણછોડભાઈ ચાવડા (35)એ વિપુલભાઈ કરણાભાઈ સુરેલા, સંજયભાઈ કરણાભાઈ સુરેલા અને રાજદીપસિંહ ઉર્ફે ભૂરો છોટુભા ઝાલા રહે. બધા જૂના વેગડવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓને દોઢ એક મહિલા પહેલા તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખીને જુના વેગડવાવ ગામે આવેલા તેઓના શ્રીહરિ શોપિંગ મોલમાં ત્રણેય આરોપીઓ આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા તેના પતિ અને દિયર સાથે બોલાચાલી અને માથાકૂટ કરી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.