મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે સ્નેહમિલન-ચિંતન શિબિર યોજાશે
વર્ષ બદલાયું સમસ્યા ઠેરની ઠેર !: મોરબીવાસીઓને રોડ રસ્તા, લાઈટ, પાણી, ઢોરની સમસ્યામાંથી મુક્તિ કયારે?
SHARE
વર્ષ બદલાયું સમસ્યા ઠેરની ઠેર !: મોરબીવાસીઓને રોડ રસ્તા, લાઈટ, પાણી, ઢોરની સમસ્યામાંથી મુક્તિ કયારે?
મોરબી શહેરના લોકો રોડ રસ્તા, લાઈટ, પાણી, સફાઈ, રખડતા ઢોર સહિતની સમસ્યાઓથી છેલ્લા ઘણા સમયથી ઘેરાઈ ગયા છે અને તેના માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી તો પણ તેનો કાયમી નિકાલ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે, છેલ્લા વર્ષોની જેમ જ હાલમાં વર્ષ બદલાઈ ગયું છે જો કે, રોડ રસ્તા, લાઈટ, પાણી, સફાઈ, રખડતા ઢોર સહિતની સમસ્યાઓમાથી લોકોને મુક્તિ કયારે મળશે તે સૌથી મોટો સવાલ છે
મોરબીના મોટાભાગના રોડ રસ્તા પર રખડતા ઢોરોનો અસહય ત્રાસ છે અને શહેરમાં સ્વચ્છતાનો અભાવ છે. જેથી કરીને મોરબીની જનતા સ્વચ્છતા બાબતે જાગૃત થાય અને કચરો જ્યાં ત્યાં ના ફેકે તેના માટેની યોગ્ય વ્યવસ્થા થાય અને કચરો કરનારને તંત્ર દ્વારા દંડની જોગવાઈ કરવામાં આવે તે પણ ઇચ્છનીય છે તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા નવી ભૂગર્ભ ગટર પાથરવામાં આવી છે જો કે, તે સંપૂર્ણ પણે ફેઇલ ગયેલ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેથી કરીને વારંવાર ગટર જામ થતી હોય છે માટે તેમાં સુધારા કરવામાં આવે તે જરૂરી છે
મોરબીમાં વરસાદના પાણીના કુદરતી નિકાલ હતા તેમાં દબાણો કરી લેવામાં આવ્યા છે જેથી તેને દુર કરવામાં આવે તે જરૂરી છે સાથો સાથ છેલ્લે પડેલા વરસાદ પછી મોરબી શહેરના મોટાભાગના રોડ રસ્તા ભાંગીને ભુક્કો થઇ ગયા છે જેથી લોકો હેરના થાય છે માટે રોડના કામને પ્રાધાન્ય દેવામાં આવે તે લોકોના આરોગ્ય માટે જરૂરી છે ખાસ કરીને શહેરમાં આડેધડ જે બાંધકામો કરવામાં આવી રહ્યા છે તે બંધ કરીને નિયમોની અમલવારી કરાવવામાં આવે, પાર્કિંગની વધુ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમ કે, પાર્કિંગની સુવિધાના અભાવે લોકોને જ્યાં ત્યાં પાર્કિંગ કરવું પડે છે અને પોલીસના દંડ ભરવા પડે છે
તેવી જ રીતે મોરબીમાં સ્ટ્રીટ લાઇટો ઘણા વિસ્તારમાં બંધ છે અને જે વિસ્તારમાં બંધ છે ત્યાં ચાલુ કરવામાં આવતી નથી અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે ફરતો રિંગરોડ બનાવવામાં આવે તેમજ નવા ઓવર બ્રિજ બને તે જરૂરી છે અને સિટી બસ તો છે પણ તેના સ્ટેન્ડ ક્યાય બનેલ નથી. માટે ટાઈમ ટેબલ પણ ક્યાય લગાવેલ નથી જેથી બસની સુવિધાનો પૂરો લાભ લોકો લઈ શકતા નથી અને મોરબીમાં બગીચાઓની યોગ્ય જાણવણી થતી નથી જેથી કરીને બાળકો રમી શકે અને પર્યાવરણને પણ ફાયદો થાય તેવું કામ કરવામાં આવે તે જરૂરી છે