મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપરમાં પરિણીતાને સસરા અને જેઠે પાઇપ વડે માર માર્યો


SHARE

















ટંકારાના હમીરપરમાં પરિણીતાને સસરા અને જેઠે પાઇપ વડે માર માર્યો

ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતી પરિણીતાને તેના સસરા અને જેઠ દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર નેકનામ પીએચસીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા જીગ્નેશભાઈ સીતાપરાના પત્ની અપેક્ષાબેન (ઉમર ૨૫)ને તેના સસરા પ્રભુદાસભાઈ અને જેઠ નંદભાઈએ લોખંડના પાઇપ વડે શરીરે અને માથામાં માર માર્યો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાના કારણે નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યાર બાદ પડધરી અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પરણિતા સાસુ-સસરાની સાથે રહે છે અને તેને સંતાન નથી જો કે, કયા કારણોસર પરિણીતાને તેના સસરા અને જેઠ દ્વારા માર મરવામાં આવેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News