મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા વાંકાનેરની રાણેકપર ફાટક પાસે ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના મામાને યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: સામસામી ફરિયાદ મોરબીની વાવડી ચોકડીએ એક્ટિવને બોલેરોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ સારવારમાં ભલાઈનો જમાનો નથી!: મોરબીમાં પડોશીને આર્થિક મદદ કરવા પોતાના નામે બે લોન લઈને આપનારા આધેડને છરીના ઘોદા મારી દેવાની ધમકી વધુ એક ફ્રોડ: મોરબીમાં કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને મહિલા સાથે 38.32 લાખની છેતરપિંડી વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મિશન ખાખી કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મિશન ખાખી કાર્યક્રમ યોજાશે

મોરબીમાં કાલે ૧૦ ડિસેમ્બરના રોજ પોલીસ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન આપવાના હેતુથી મિશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓયોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં રાજ્યની દીકરીઓ તથા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક બને શારીરિક રીતે સંપન્ન અને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત બેટી બચાઓ, બેટી પઢાઓ હેઠળ દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ, પોલસી સબ ઇન્સ્પેક્ટર તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે મિશન ખાખીઅન્વયે તા.૧૦/૧૨ ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે GMERS મેડીકલ કોલેજ રેલ્વે સ્ટેશન સામે, મોરબી ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.




Latest News