મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

રાજ્યાના ૨૫ આઇપીએસ અધિકારીઓની બદલી, બીજા રાઉન્ડમાં મોરબી સહિત સૌરાષ્ટ્રના અધિકારીઓની બદલી નિશ્ચિત હોવાની ચર્ચા


SHARE











રાજ્યામાં ૨૫ જેટલા આઇપીએસ આધિકારીઓની બદલી કરાઇ  છે જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સેક્ટર 2 ની ખાલી પડેલી જગ્યા જે છેલ્લા આઠ મહિનાથી ચાર્જમાં ચાલતી હતી તે ભરાઈ છે. ત્યાર બાદ અમદાવાદ શહેરના ઝોન 1 અને ઝોન 2 ડીસીપીની બદલી કરવામાં આવી છે.

સિનિયર IPS અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યૂરોમાં તે જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમનો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો રાજકુમાર પાંડિયનને આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાંથી ઝોન 1 ડીસીપી હિમાંશું વર્મા અને ઝોન 2 શ્રીપાલ શેસમાની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસની પણ બદલી કરવામાં આવી હોવાનું આ ઓર્ડર પરથી જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ ડીજીપી અજય ચૌધરીની વુમન સેલમાં બદલી કરવામાં આવી છે. જ્યારે તેમનો ચાર્જ વિધિ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ બધાની સાથે અમરેલી જિલ્લાના ડીએસપી હિમકરસિંહની બદલી રાજકોટ રૂરલ ડીએસપી તરીકે કરવામાં આવી છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં બદલીમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા IPS અધિકારી સુધીર દેસાઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ૨૫ IPS અધિકારીની બદલી કરવામાં આવી છે, જ્યારે આગામી નજીકના દિવસોમાં વધુ એક બદલીનો લીથો જાહેર કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા IPS અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી શક્યતા છે. અને આગામી રાઉન્ડમાં રાજકોટ, સોમનાથ, જૂનાગઢ, મોરબી અને પોરબંદર જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલી નિશ્ચિત માનવામાં આવી રહી છે.




Latest News