મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

કહી ખુશી કહી ગમ: મોરબી જીલ્લાના પોલીસ કર્મચારીઓમાંથી 20 ટકા જેટલા સ્ટાફની સામુહીક બદલી, LCB-SOG સહિત મોટી ઉથલ પાથલ


SHARE













મોરબી જિલ્લામાં છેલ્લા સમયગાળા દરમિયાન એસ.એમ.સી. ની ટીમ દ્વારા ઉપરા છાપરી રેડ કરવામાં આવી ત્યારબાદ હવે જિલ્લામાં બદલીના ઘાણવા નીકળવાનું શરૂ થયું છે બે દિવસ પહેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આજ મોડી સાંજથી એક કે બે નહીં પરંતુ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ મળીને 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે અને આ સામૂહિક બદલીથી પોલીસ કર્મચારીઓમાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબી જિલ્લામાં છેલ્લા સમયગાળાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા તેવામાં છેલ્લા મહિનાઓ દરમિયાન એસએમસીની ટીમ દ્વારા એક બે નહીં પરંતુ ચાર જેટલી જુદી જુદી સફળ રેડ કરવામાં આવી હતી અને તેમાં લાખો કરોડો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો જેથી કરીને સ્થાનિક પોલીસની કામગીરી તથા જિલ્લામાં એલસીબી અને એસઓજીની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેવામાં થોડા દિવસો પહેલા એસએમસીની ટીમ દ્વારા પેટકોકની ચોરી અને વિશ્વાસના છેતરપિંડીની સફળ રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ સાત અધિકારી અને 11 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી જોકે બદલીના પહેલા રાઉન્ડ બાદ આજે મોડી સાંજે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સામૂહિક બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને જિલ્લામાં ફરજ બજાવતા અંદાજે 1,000 જેટલા પોલીસ કર્મચારીઓ માંથી 20 ટકા જેટલા પોલીસ કર્મચારીઓ એટલે કે 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી માટે ઓર્ડર કરવામાં આવ્યો છે અને આ બદલીના ઓર્ડરમાં એલસીબી, એસઓજી માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સહિત જિલ્લાના આઠ પોલીસ મથક અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે જોકે આ બદલીને લઈને પોલીસ કર્મચારીઓમાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મોટાભાગે બદલી કરવામાં આવી છે. અને કેટલાક કર્મચારીઓએ બદલી માંગી હતી તો કેટલાક કર્મચારીઓની બદલી કરવાનો સમય થઈ ગયો હતો જેથી કરીને એક સાથે આ બદલીઓ કરવામાં આવી છે અને બીનઆધાર ભુત સૂત્રોના કહેવા પ્રમાણે મોરબી જિલ્લામાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા કારણ કે વર્ષોથી એક જ જગ્યાએ ગોઠવાયેલા પોલીસ કર્મચારીઓની ટોપથી બોટલ સુધી વ્યવસ્થા ગોઠવાયેલ હોવાના કારણે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં સુધારો લાવી શકાતો ન હતો જેથી કરીને જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી જિલ્લામાં સામૂહિક બદલી કરવામાં આવી હોવાનું ચર્ચા રહ્યું છે જોકે આ બદલીના ઓર્ડર બાદ હવે આગામી દિવસોમાં જિલ્લામાં નશાકારક દ્રવ્યોનું વેચાણ તેમજ યેનકેન પ્રકારે થતી ચોરીઓનું દુષણ વધશે કે ઘટશે તે તો આગામી સમય બતાવશે






Latest News