વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા માર્કેટ ચોકમાં કરાયું પ્રસાદનું વિતરણ
મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-સ્નેહ મિલન યોજાશે
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-સ્નેહ મિલન યોજાશે
મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે વિસ્તૃત કારોબારી બેઠક અને સ્નેહ મિલનના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્યોએ સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને હાજર રહેવા માટે જિલ્લા પ્રમુખ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલએ જણાવ્યુ છે કે, જીલ્લા કોંગ્રેસ દ્વારા ભક્તિનાગર સર્કલ પાસે આવેલ પાટીદાર હૉલ ખાતે તારીખ ૧૩/૧૧ ને શનિવારે સવારે ૧૦-૩૦ કલાકે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસારની કામગીરી, આગામી કાર્યક્રમોની અમલવારી, વિધાનસભા ૨૦૨૨ ની તૈયારી, સંગઠન મજબૂતી અંગેના મુદાઓની ચર્ચા કરવામાં આવશે આ બેઠક મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલના પ્રમુખ સ્થાને યોજાશે જેમાં ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા અને લલીતભાઈ કગથરા તેમજ પ્રદેશ, જિલ્લા અને તાલુકાનાં હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કોર કમિટીનાં મેમ્બરો સહિતના આગેવાનોને હાજર રહેવા માટે આહ્વાન કર્યું છે