મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-સ્નેહ મિલન યોજાશે
મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે
SHARE
મોરબીમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે
મોરબી શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામેના ભાગમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં આગામી રવિવાર અને તા ૧૪ ના રોજ ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરમાં યોજાનારા કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ દ્વારા સેવા આપવામાં આવશે. આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં ૧૫૦૦ થી વધુ દર્દીઓને સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો, ફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, કમ્પવા, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, તમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલા પછીની કસરતો તથા વજન ઘટાડવું જેવી સમસ્યાના દર્દીઓ લાભ લઈ શકશે. અને આ કેમ્પમાં આવેલા દર્દીઓને ભેટ આયોજકો તરફથી આપવામાં આવશે. અને રજીસ્ટ્રેશન મો. ૮૧૬૦૨૮૨૪૫૬ અને ૯૮૯૮૬ ૪૫૬૭૦ ઉપર કરવી શકાશે