મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા માર્કેટ ચોકમાં કરાયું પ્રસાદનું વિતરણ


SHARE









વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા માર્કેટ ચોકમાં કરાયું પ્રસાદનું વિતરણ

વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે શહેરનાં હાર્દ સમા માર્કેટ ચોક ખાતે રઘુવંશી સમાજ દ્વારા પ્રસાદ વિતરણ કરી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. "દેને કો ટૂકડા ભલા લેને કો હરી કા નામ, જય જય જલારામ" વાંકાનેરમાં ૨૨૨ મી જલારામ જયંતિ  નિમિત્તે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન, આરતી, ભૂદેવોનો ભંડારો, બટુક ભોજન, ભક્તિ સંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા તથા શહેરનાં માર્કેટ ચોક ખાતે રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપાની મૂર્તિનું પૂજન અર્ચન કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, પૂર્વ નગરપતિ ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી, રાજ સોમાણી, અમિત સેજપાલ, જે. કે. રાજવીર, યોગેશભાઈ કારીયા, રાજુભાઈ સોમાણી, હરશીદ સોમાણી સહિત રઘુવંશી સમાજનાં સભ્યો હાજર રહ્યા હતાં અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.




Latest News