મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો
ટંકારામાં રહેતા વ્યક્તિએ સીરામીકના ધંધામાં ખોટ જતા જમીનનું સોદાખત કરી જમીન અડાણે મૂકેલી હતી.જેમાં વ્યાજે લીધેલ રૂપિયા માટે છરી બતાવી ધમકી આપવાના નોંધાયેલ ગુનામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા બે વ્યક્તિઓનો હાલ જામીન ઉપર છુટકારો કરેલ છે.
ટંકારા તાલુકા પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ ઉપરથી કે આ કામના ફરીયાદીના પતિને સીરામીકના ધંધામાં ખોટ જતાં દેવુ થઈ જતાં પોતાની ખેતીની જમીનનુ સોદાખત કરી અડાણે મુકેલ હોય આ ખેતીની જમીન છોડાવવા કાલીકાસિંહ બન્નેસિંહ ગોહિલ તથા સવજીભાઇ લવજૂભાઇ માલકીયાની પાસેથી રૂા.૩૦ લાખ વ્યાજે લીધેલ હોય અને કાલીકાસિંહે ફરીયાદીના પતિને કામનુ બહાનુ કરી ટંકારા લઈ જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદી બેન તથા તેઓના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ભયમાં મુકી છરી બતાવી ટંકારા સબ રજીસ્ટ્રાર કચેરીમાં લઈ જઇને બળજબરીથી પોતાના ભાઈના નામનો દસ્તાવેજ કરાવી લઈ, આરોપીઓએ વ્યાજ વટાવધારા લાઈસન્સ વગર નાણાની ધીરધાર કરી ઉંચુ વ્યાજ વસુલી તેમજ મુદલ પૈકી પૈસા વસુલ કરી બાકી રહેતા વ્યાજ સહીતના પૈસા રૂ. ૧૨ લાખ ચુકવ્યેથી તેઓના ઉપરોકત ખેતરનો દસ્તાવેજ કરી આપવાનુ કહેતા ફરીયાદીએ પોતાનુ બીજુ ખેતર વેચી વ્યાજ સહીતની બાકી રહેતા રૂ.૧૨ લાખ લઈ ખેતરનો દસ્તાવેજ કરી આપવા કહેતા આરોપીઓએ જમીન ભુલી જજો એવુ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કર્યા અંગેની ફરીયાદ આપેલ જેથી આ પ્રકરણમાં ટંકારા પોલીસે આઈ.પી.સી. કલમ. ૩૮૬, ૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા નાણા ધીરધાર કરનારા એકટની કલમ-૪૦,૪૨ મુજબનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરેલી.
આ કામના આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાને આરોપીઓ તરફે જામીન પર છોડાવવા અરજી કરેલ. બન્ને પક્ષોની ધારદાર દલીલ બાદ આરોપીના એડવોકેટની તમામ દલીલ માન્ય રાખતા આરોપીઓને નામ.ડીસ્ટ્રકટ એન્ડ સેસન્સ કોર્ટે બંને આરોપીઓને રૂ.૨૫,૦૦૦ ના શરતી જામીન પર છુડવાનો હુકમ કરેલ છે.આરોપીઓ તરફે મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, રવી ચાવડા, કુલદીપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.