મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ


SHARE











મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ

પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવત ગીતા જયંતીની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને ત્યારબાદ ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું અને શાળાના બાળકોને સજનપર ગામના આગેવાનો શ્રી જયકિશનભાઈ ફેફર, રૂગનાથભાઈ ભૂત અને શામજીભાઈ બરાસરા દ્વારા ગીતાજીનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ વિશે બાળકો અને ગામ લોકોને જાણકારી આપવામાં આવી અને સાથે સાથે તમામ વાલીશ્રીઓને બાળકોના અપાર આઈ.ડી. બનાવવા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ મંચસ્થ તમામ મહાનુભાવોના હસ્તે શાળાના ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોને એક એક એક શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું.તેમજ કાર્યક્રમના અંતે તમામ બાળકોને સ્ટીમ ઢોકળાનું ભોજન આપવામાં આવ્યું. ભગવદ્ ગીતા પુસ્તક અને પ્રસાદી સ્વરૂપે સ્ટિમ ઢોકળાના દાતાશ્રી ગૌસેવક ભાઈઓ (લજાઈ) અને સમગ્ર કાર્યક્રમને દિપાવવા ગામમાંથી પધારેલ આગેવાનો તેમજ વાલીશ્રીઓ અને એસએમસી સભ્યો અને અધ્યક્ષ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિતિ રહ્યા હતાં જેમનો શાળા પરિવાર આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News