મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન
SHARE
મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન
આરોગ્ય ભારતી (સૌરાષ્ટ્ર પ્રાંત ગુજરાત પ્રદેશ) દ્વારા મોરબી જિલ્લામાં આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ કાર્યક્રમ રાખવામા આવેલ છે.
આરોગ્ય ભરતી (સૌરાષ્ટ્ર પ્રાંત ગુજરાત પ્રદેશ) દ્વારા ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ ને રવિવારના રોજ મોરબી ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આરોગ્ય ભારતીનો પરિચય અને રાષ્ટ્ર કક્ષાએ કામગીરી, આરોગ્ય મિત્ર અને કિશોરાવસ્થા સ્વાસ્થ્ય જેવા આરોગ્ય ભારતીના વિવિધ આયામો વિશે માહિતગાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અવધ કિશોરજી (ગુજરાત પ્રદેશ સંગઠન સચિવ), પ્રકાશભાઈ ટીપરે (સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ), ડૉ. વર્ષાબેન પટેલ (સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારીની ગર્ભસંસ્કારન) વગેરે હાજર રહેશે. સમગ્ર દેશમાં લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આરોગ્ય ભારતી આરોગ્યના ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વના કર્યો કરી રહી છે. ત્યારે મોરબીના લોકોને ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨:૩૦ ગાયત્રી ચેતના કેન્દ્ર હાઉસીંગ બોર્ડ સનાળા રોડ મોરબી. ખાતે આવવા આમંત્રણ આપવામાં આવેલ છે અને તેના માટેનું રજીસ્ટ્રેશન https://forms.gle/WPPvUivn8R2z64hZ6 આ લિન્ક ઉપર કરવાનું છે અને વધુ માહિતી માટે વાલજી પી. ડાભી (પ્રાંત કાર્યકારણી સભ્ય)ના મોબાઈલ નંબર (9586282527) ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.