મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન
મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર
SHARE
મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર
મોરબી પાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી જે વાર્ષિક વેરો લેવામા આવે છે તે ઘણા આસામીઓ વર્ષોથી ભરી રહ્યા નથી જેથી કરીને હવે બાકીવેરાની કડક વસૂલાત શરૂ કરવામાં આવી છે અને બાકીદારોના એક પછી એક લિસ્ટ જાહેર કરવામાં આવે છે તેવામાં બે લિસ્ટ અગાઉ જાહેર કરવામાં આવેલ છે જો કે, આજે પાલિકાએ 21 ડીફોલ્ટરોની યાદી સાથે ત્રીજું લિસ્ટ જાહેર કર્યું છે.
હાલમાં પાલિકાએ જે 21 ડીફોલ્ટરોની યાદી જાહેર કરી છે મોરબીના સાવસર પ્લોટમાં ઝાલા ખમાબા નાથુભા અન્ય ૦૨ ના 3.75 લાખ, મોરબી પ્લાઝા શોપિંગના ભાગોદાર વતી પાંચ મિલકતનો વેરો બાકી છે જેમાં અનુક્રમે 3.69, 3.69, 3.58, 3.13 અને 3.13 લાખ, લાટી પ્લોટમાં અબ્બાસ સૌહુદિન 3.58 લાખ, મૂનનગરમાં પટેલ ઘનશ્યામભાઇ કાનજીભાઇ 3.52 લાખ, કારીયા સોસાયટીમાં દલવાણી કાસમ હાજીભાઈ 3.47 લાખ, શનાળા રોડ સરસ્વતી રેસિડેન્સી સરસ્વતી કન્સ્ટરક્શન કું. 3.47 લાખ, શનાળા રોડે ઠાકર રોહીત એચ. અને ઠાકર હંસાબેન એન.ના 3.45 લાખ, પૃથ્વીરાજ પ્લોટમાં સોની છોટાલાલ લક્ષ્મીચંદ 3.44 લાખ, લાતી પ્લોટમાં કટેચા નૌતમલાલ મગનલાલ 3.31 લાખ, પૃથ્વીરાજ પ્લોટમાં સતવારા રણછોડ ખોડાલાલ 3.30 લાખ, પૃથ્વીરાજ પ્લોટમાં ભાણજી જેરાજભાઇ 3.30 લાખ, નજર બાગ પોસ્ટ ઓફિસ રોડ મહેતા યશવંતરાય મોહનલાલ 3.30 લાખ, મૂનનગર રવજીભાઇ નારાયણભાઇ અને શીવાભાઇ વસરામભાઇ ના 3.27 લાખ, સતવારા એસ્ટેટ રણછોડભાઈ પોલાભાઈ 3.20, મૂનનગર પટેલ મનજીભાઈ 3.19 લાખ, મૂનનગર ડાભી વસ્તાભાઇ માવજીભાઇ 3.18 લાખ, ગેસ્ટ હાઉસ રોડ પુંજારા ચંદ્રવદન ચીમનલલ અને શ્રીનાથજી બિલ્ડર્સના ભાઈ 3.13 લાખ નો સમાવેશ થાય છે.