મોરબીમાં નારાયણ સેવા સંસ્થાન અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા રંગભૂમિ અને ભવાઇ કલાકારોને એવોર્ડ સમારંભ યોજાયો
SHARE
મોરબીમાં નારાયણ સેવા સંસ્થાન અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા રંગભૂમિ અને ભવાઇ કલાકારોને એવોર્ડ સમારંભ યોજાયો
મોરબીમાં નારાયણ સેવા સંસ્થાન ઉદેપુર રાજસ્થાનના સૌજન્યથી અને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા રંગભૂમિ અને ભવાઇ કલાકારોને એવોર્ડ સમારંભ યોજાયો હતો.તેમજ હિમસન આર્ટિસ્ટ ફેડરેશન ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવાભાવી અને પ્રતિષ્ઠિત એવા ધનશ્યામસિંહ એસ.ઝાલાની પસંદ કરવામાં આવેલ છે.
મોરબીમાં નારાયણ સેવા સંસ્થાન ઉદેપુર(રાજસ્થાન) ના સૌજન્યથી હિમસન આર્ટીસ્ટ ફેડરેશન-મોરબી દ્વારા રંગભૂમિ અને ભવાઇ કલાકારોનો એવોર્ડ સમારંભ ગત બીજી નવેમ્બરના રોજ યોજવામાં આવેલ હતો.આ સમારંભમાં મોરબીના મામલતદાર ડી.જી. મહેતા તેમજ યુવા વિકાસ અધિકારી શ્રીમતી હીરલબેન વ્યાસ તથા ગુજરાતી ફીલ્મના નિર્માતા દિગ્દર્શક અશોક પટેલ, સંગીતકાર મનોજ-વિમલ, ડાયરેકટર નયન ભટ્ટ, દિગ્દર્શક અજીજ ઇબ્રાહીમ, ડીઓપી સોહીલ ઠકકર , વિજયસિંહ જાડેજા , યંગ ઇન્ડીયા ગૃપના દેવેનભાઈ રબારી, બીલ્ડર અગ્રગણ્ય હંસરાજભાઇ ગામી,, બ્રહ્મ સમાજના અગ્રગણ્ય મહેશભાઇ ભટ્ટ, ગીરધરભાઇ જોષી તથા મોરબીના અગ્રગણ્ય ઉદ્યોગપતિ ઉપસ્થીત રહી રંગભુમીના તથા ભવાઇ કલાકારોને શુભેચ્છા પાઠવવામાં આવેલ નારાયણ સેવા સંસ્થાન મોરબી-રાજકોટના પ્રમુખ ધનશ્યામસિંહ એસ.ઝાલાએ સંસ્થાનો પરીચય આપી નારાયણ સેવા સંસ્થાના કાર્યથી સૌને વાકેફ કર્યા હતા અને મોરબીમાં રંગભૂમિને જીવંત રાખવા માટે અને કલા તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિને વેગવંતી બનાવવા માટે મોરબીમાં એક અઘ્યતન હોલ બનાવવાનું બીડુ ઝડપેલ અને તન-મન-ધનથી આ હોલ બનાવવાની ખાત્રી આપી હતી.
ધનશ્યામસિંહ ઝાલા(રંગપર) ની સેવા પ્રવૃતિઓ સૌ જાણે છે સામાજીક, શૈક્ષણિક તથા ગરીબ માણસોની સતત સેવાનો ભેખ લીધો છે.હિમસન આર્ટિસ્ટ ફેડરેશનના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવેલ કે આ સંસ્થા રજીસ્ટર્ડ થયેલ છે.આ સંસ્થાના સભ્ય થવા માટે કોઇ કલાકારને ફી ભરવાની રહેશે નહીં અને કલાકાર કાર્ડ માટે પણ કોઇ ફી લેવામાં આવશે નહી તેમણે હિમસન આર્ટીસ્ટ ફેડરેશનની કામગીરી અંગે જણાવતા કહયુ કે સરકાર પાસે માંગણી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ઉધોગનો દરરજો આપવો જેથી નાના મોટા નિર્માતાને લોન મળે તો ફીલ્મ ઉદ્યોગ જીવંત રહે તેમજ તેઓ હિમસન આર્ટીસ્ટ ફેડરેશન ઘ્વારા ટુંક સમયમાં મોરબીમાં સરકારી ધીરાણ મંડળીની સ્થાપના કરશે જેથી તાત્કાલીક કલાકારોને લોન મળી શકે આવી મંડળી ભવિષ્યમાં દરેક જીલ્લામાં બનાવવામાં આવશે આ સંસ્થામાં કોણ જોડાઇ શક્શે તેની સ્પષ્ટતા કરતા કહયુ કે ફિલ્મ રંગભૂમિ અને ભવાઇ સાથે જોડાયેલ કલાકારો, સ્પોટબોય, લાઇટમેન, કેમેરામેન તથા અન્ય જે આ ધંધામાં જોડાયેલા છે તે તમામ હિમસન આર્ટીસ્ટ ફેડરેશનના સભ્ય થઇ શકશે
આ સમારંભમાં પધારેલા યંગ ઇન્ડીયા ગૃપના પ્રમુખ દેવનભાઇ રબારીએ કહયુ કે તમામ કલાકારનો તેના ગૃપ તરફથી એક લાખનો વીમો ઉતારી આપશે તેમજ મનીપલ્સ બેંકના ડાયરેકટરે કહેલ કે અમારી મંડળીમાંથી કલાકારોને લોન આપવામાં આવશે.બીલ્ડર અગ્રગણ્ય હંસરાજભાઇ ગામીએ કહેલ કે કલાકાર માટે આર્થીક સહાય તથા અન્ય મદદ મળશે. અશોકભાઇએ કહેલ કે આગામી ફિલ્મમાં કે મોરબીના કલાકારોને ચાન્સ આપીશ તેમજ સંગીત દિગ્દર્શક મનોજ વિમલે કહયુ કે ફેડરેશનને જે મદદ જોઇએ તે હું કરીશ.આ સમારંભમાં પધારેલા તમામ મહેમાનોએ કલાકારોને મદદ કરવાનું જણાવેલ મોરબીના મામલતદાર જાડેજાએ કહેલ કે સરકારમાં કોઈપણ રજુઆત કરવાની હશે તો આ અમારા તરફથી કરવામાં આવશે અને યુવા વિકાસ અધિકારી શ્રીમીતી હીરલબેન વ્યાસે કહયુ કે સરકારની યોજના પાર પાડવા માટેના જે પ્રોગ્રામો આવશે તે કલાકારોને આપવામાં આવશે.યુવા સાંસ્કૃતિક વિભાગના ચેરમેન પંકજભાઇ વતી નયનભાઇ ભટ્ટે કહયુ કે ભવાઈ કલાકારના પ્રોગ્રામો હેમુ ગઢવી હોલમાં યોજવામાં આપશે તેના ચાન્સ આપીને હિમસન આર્ટીસ્ટ ફેડરેશનના સેક્રેટરી રામભાઇ મહેતાએ કહેલ કે સમગ્ર ગુજરાતમાં કલાકાર એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવશે જેમા ડાયરા, ભજનીક, સીંગર, મ્યુઝીકના કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સીપાલ હિતેષભાઇ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ, સમીર સોની, સીધ્ધરાજ સોલંકી, પ્રતિકભાઇ મહેતા, કૌશલ જેન્તીલાલ, વિરલભાઇ મંડિર, વિવેકભાઇ તથા અન્ય કલાકારોએ મહેનત ઉપાડેલ હતી આ સમારંભનું સંચાલન ડો.શૈલેષ રાવલે કરેલ હોય જે મોદીજીની સભાઓનું પણ સંચાલન કરી ચુકયા છે.