ટંકારાના નેસડા (ખા) ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: 37,500 ની રોકડ સાથે ત્રણ પકડાયા, ત્રણ ફરાર
મોરબી નજીક કારખાનામાં ન્હાવા જતાં સમયે બેભાન થઈ ગયેલા યુવાનનું મોત
SHARE
મોરબી નજીક કારખાનામાં ન્હાવા જતાં સમયે બેભાન થઈ ગયેલા યુવાનનું મોત
મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટિયા પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતો યુવાન ન્હાવા માટે થઈને ગયો હતો ત્યારે ત્યાં કોઈ પણ કારણોસર તે બેભાન થઈ જતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે એફિલ સીરામીક નામના કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પ્રેમારામ સોનારામસ (29) નામનો યુવાન કારખાનામાં ન્હાવા માટે જતો હતો દરમિયાન કોઈપણ કારણસર તે બેભાન થઈ જતા તેને જગદીશભાઈ પુરોહિત મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે
બે બોટલ દારૂ
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી 1,122 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી તુષાર દેવજીભાઈ દેત્રોજા (19) રહે. મફતિયાપરા કુબેર ટોકીઝ પાછળ ટાંકા વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે