મોરબી નજીક કારખાનામાં ન્હાવા જતાં સમયે બેભાન થઈ ગયેલા યુવાનનું મોત
મોરબી પોલીસ બેડામાં સન્નાટો: કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરીને 51 લાખનો તોડ કરનારા પીઆઇ-હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધાયો
SHARE
મોરબી પોલીસ બેડામાં સન્નાટો: કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરીને 51 લાખનો તોડ કરનારા પીઆઇ-હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધાયો
મોરબી જિલ્લાના એસએમસીની ટિમ તપાસ માટે આવી હતી ત્યાર બાદ હાલમાં ટંકારા પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઇ અને હેડ કોન્સટેબલ સામે હોટલમાં કરેલ જુગારની રેડમાં તોડ કાંડ મુદે ફરિયાદ કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લા પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો છે અત્રે ઉલેખનીય છે કે, લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડમાં કરવામાં આવી હતી અને તેમાં લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી હતી જો કે, એસએમસીની તપાસમાં 51 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવેલ છે અને ખોટા પુરાવાને સાચા તરીકે લેવામાં આવ્યા હતા જેથી કરીને પોલીસ અધિકારી અને કર્મચારીની સામે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે.
ટંકારા તાલુકા પોઈસ સ્ટેશનના પીઆઇ વાય.કે. ગોહિલ અને તેની ટીમે ગત તા 27/10 ના રોજ લજાઈ નજીક વીરપર ગામની સીમમાં આવેલ કમ્પફર્ટ હોટલમા જુગારની રેડ કરી હતી ત્યારે હોટલના નંબર 105 માથી પ્લાસ્ટીકના કોઈન વડે તીન પત્તિનો જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા. જેથી પોલીસે ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા (24), રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિલભાઈ રાજીભાઈ પટેલ, ભાસરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાની સામે ગુનો નોંધ્યો હતો અને તેની પાસેઠો 63.15 લાખનો મુદામાલ કબજે કરેલ હતો. આ ગુનામાં રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજાને પકડવાનો ત્યારે બાકી હતો.
જો કે, પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રવિ મનસુખભાઇ પટેલે તેનુ નામ ખોટું આપેલ છે જેથી કરીને તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ છે જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વધુ એક કલરનો ઉમેરો કરવામાં આવેલ હતો. ત્યાર બાદ આ મામલે ગુજરાતના પોલીસ વડાએ એસએમસીને તપાસ સોંપી હતી જેથી થોડા દિવસો પહેલા એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટલે આવેલ હતી અને તપાસ કરી હતી ત્યાર બાદ ટંકારાના જે તે સામના પીઆઇ વાય.કે. ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આટલું જ નહીં પીઆઇ. વાય.કે. ગોહિલની અરવલ્લી અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જીલ્લામાં બદલી પણ કરવામાં આવી હતી
ત્યાર બાદ હાલમાં મળી રહેલા માહિતી મુજબ એસએમસીના પીઆઇ આર.જી. ખાંટ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટંકારના પહેલા અને પૂર્વ પીઆઇ વાય.કે. ગોહિલ તેમજ હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, બંને રાજ્ય સેવક છે અને ખોટા પુરાવાને સાચા તરીકે બતાવીને આર્થિક લાભ મેળવેલ છે અને 51 લાખ રૂપિયા લીધા હોવાની માહિતી સામે આવેલ છે જેથી કરીને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ અને હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ લીંબડીના ડીવાયએસપી વી.એમ. રબારીને સોંપવામાં આવેલ છે.