અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (ખા) ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: 37,500 ની રોકડ સાથે ત્રણ પકડાયા, ત્રણ ફરાર


SHARE









ટંકારાના નેસડા (ખા) ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: 37,500 ની રોકડ સાથે ત્રણ પકડાયા, ત્રણ ફરાર

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં નદી તરફ જવાના રસ્તા ઉપર વાડી પાસે જાહેરમાં ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગાની રેડ કરવામાં આવતા જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ થઈ ગઈ હતી અને ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ત્રણ શખ્સોની 37,500 ની રોકડ સાથે ધરપકડ કરી હતી જોકે નાસી છૂટેલા ત્રણ સહિત કુલ છ શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં ડેમીને તરફ જવાના રસ્તે ભુદરભાઈ પરસોતમભાઈની વાડી પાસે કાચા રસ્તે ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી જોકે, એલસીબીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી નારણભાઈ પ્રાગજીભાઈ ભાડજા (54) રહે. નેસડા (ખા), ઓધવજીભાઈ માધવજીભાઈ જીવાણી (64) રહે ખાનપર, પ્રવીણભારતી નારણભારતી ગોસ્વામી (70) રહે. રાજપર વાળની ધરપકડ કરી હતી અને આ ત્રણ શખ્સો પાસેથી પોલીસે 37,500 ની રોકડ કબજે કરી હતી અને પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે નાસી છુટેલા શખસોમાં ઈબ્રાહીમભાઇ ગુલામભાઈ સંધિ રહે નસીતપર, મુકેશભાઈ ધીરુભાઈ કોળી રહે. નેસડા (ખા) અને શૈલેષભાઈ સવજીભાઈ ઘોડાસરા રહે ખાનપર વાળાનો સમાવેશ થતો હોય હાલમાં છ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને નાસી ગયેલા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વરલી જુગાર

વાંકાનેરના વેલનાથ પરા નાકા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા કલ્પેશ ઉર્ફે શક્તિ મેઘજીભાઈ સોલંકી (42) રહે. આરોગ્યનગર ગાયત્રી મંદિર સામે વાંકાનેર વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 4600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News